અનંત અને રાધિકાના લગ્નમાં વિદેશી મહેમાનને લાગ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ કિમ કાર્દાશિયનએ લાલ સાડી પહેરી માથામાં લગાવી બિંદી જુઓ ખાસ તસવીરો
અંબાણી પરિવાર ના લગ્ન પ્રસંગમાં દેશ વિદેશના તમામ મહેમાનો હાજર રહ્યા હતા.અનંત રાધિકાના લગ્નમાં કિમ કાર્દાશિયન અને તેની બહેન ખલો હાજર રહી હતી. આ બંને બહેનોનું એરપોર્ટ પર ભારતીય પરંપરાગત રીતે આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રીત રિવાજથી ખુશ થઈ બંને બહેનોએ ભારતીય સંસ્કૃતિના ખૂબ જ વખાણ કર્યા હતા તથા તેમનાથી પ્રભાવિત થતા જોવા મળ્યા હતા.
વિદેશી મહેમાન હોવા છતાં પણ અનંત અને રાધિકા માં બંને બહેનો ભારતીય પરંપરાગત પહેરવેશ અને તેમની સંસ્કૃતિમાં રંગાયેલા જોવા મળ્યા હતા.આ તમામ વિદેશી મહેમાન હોવા છતાં પણ અનંત અને રાધિકાના લગ્ન માં બંને બહેનો ભારતીય પરંપરાગત પહેરવેશ અને તેમની સંસ્કૃતિમાં રંગાયેલા જોવા મળ્યા હતા. આ તસવીરોએ તમામ લોકોના દિલ જીતી લીધા હતા તથા સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકો એ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના વખાણ કર્યા હતા. આજના સમયમાં વિદેશમાં પણ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ ધીરે ધીરે પહોંચી રહી છે આ વાત આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે આ માહોલ વચ્ચે લગ્નમાં બંને બહેનો ભારત અને ગુજરાતીઓના રંગમાં રંગાતી જોવા મળી હતી.
આ બહેનોની ધમાકેદાર અને દમદાર અંદાજમાં એન્ટ્રી બાદ એક સાથે ફોટોગ્રાફી કરાવી હતી. આ તસવીરોમાં આપ જોઈ શકો છો કે બંને બહેનોએ પોતાના માથા પર તિલક લગાવ્યું છે આ સાથે બિંદી પણ લગાવેલી જોવા મળી હતી. આ પરથી કહી શકાય કે હવે વિદેશના લોકો પણ ધીરે ધીરે ભારતીય સંસ્કૃતિ સંસ્કારો અને સભ્યતા તરફ આગળ વધી રહ્યા છે. આ તસવીરો શેર કરતા તેમને લખ્યું હતું કે અમને આશીર્વાદ આપો. આ બંને લોકોના આકર્ષક અંદાજથી લોકોના દિલ ખુશ થઈ ગયા હતા અને સોશિયલ મીડિયામાં પણ ચારેકોર કોમેન્ટ સેક્શનમાં વખાણ નો વરસાદ જોવા મળ્યો હતો.
એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે બંને બહેનો ખુબ જ સુંદર લાગી રહી છે તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે માથાની બિંદી જ આપણી આન બાન અને શાન છે. આજ એક ભારતીય સ્ત્રીની સાચી ઓળખાણ છે જે વિદેશી સ્ત્રી પણ અપનાવતી થઈ છે. આબાદ બંને બહેનોએ બોલીવુડ હોલીવુડ સુપરસ્ટાર સાથે ફોટોગ્રાફી કરાવી હતી અને લગ્નના તમામ ફંક્શન અને વિધિઓમાં ભાગ લીધો હતો માત્ર એટલું જ નહીં પરંતુ અંબાણી પરિવાર દ્વારા પણ આ બંને વિદેશી બહેનો નું ભવ્ય સ્વાગત સન્માન કર્યો હતો તથા હાજરી આપવા બદલ આભાર તથા શુભેચ્છા વ્યક્ત કરી હતી.