500 વર્ષ થી રાહ જોવાય રહેલી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પહેલી તસવીર આવી સામે તમે પણ જોતા જ રહી જશો
આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. જેમાં લાંબા વર્ષો બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નિજ મંદિરમાં બિરાજમાન થશે અને લાખો ભક્તોની મનોકામના પૂર્ણ કરશે આ તમામ વિધિઓ 16 જાન્યુઆરી 2024 ના રોજ થી જ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં લાખો ભક્તો તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી રોજ કરવામાં આવશે પરંતુ તેની થતી પહેલી વિધિ 16 જાન્યુઆરીના રોજ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયામાં ચાર કલાકનો સમય લાગ્યો હતો તેની સાથે સાથે મૂર્તિ પ્રતિષ્ઠા ને તમામ વિધિની વસ્તુઓ હાજર કરી દેવામાં આવી છે.
આ તમામ નો ઉપયોગ 16 જાન્યુઆરીથી જ શરૂ કરી દેવામાં આવ્યો હતો તેમાં અનેક દેશોમાંથી લાવવામાં આવેલું જળ અનાજ ફળ ઘી તથા અન્ય જરૂરી ચીજ વસ્તુઓનો પણ સમાવેશ થયો હતો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ તમામ વિધિઓ બાદ 20 જાન્યુઆરીના રોજ સિંહાસન પર બિરાજમાન થશે તથા 22 જાન્યુઆરી 2024 ના રોજ તમામ વિડિયો કરવામાં આવશે ત્યારે યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક કહે છે કે 22 જાન્યુઆરીના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠા યોજવા જઈ રહી છે. જેમાં માત્ર એક રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર ભારતવાસીઓ તથા સમગ્ર દુનિયાના લોકો ખૂબ જ રાજી છે. આ મહોત્સવમાં દેશ વિદેશથી લોકો આવવા જઈ રહ્યા છે. તમામ જગ્યાએ એક તહેવાર જેવો માહોલ બની ગયો છે એને આ દિવસે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હાથેથી મૂર્તિ પ્રતિષ્ઠાની તમામ વિધિઓમાં હાજરી આપશે.
હાલમાં તો તમામ તૈયારીઓ પૂર્ણ થવા આવી રહી છે અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ વ્યવસ્થાના ભાગરૂપે હાજર થઈ ચૂક્યા છે. જેથી કરીને આવનારા ભક્તો તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને કોઈપણ જાતની અગવડ ના સર્જાય ભક્તો માટે પણ ફ્રી ચા બિસ્કીટ તથા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહોત્સવમાં લાખોની સંખ્યામાં લોકો હાજર રહેશે અહીં કોઈ પણ ભક્તને ભોજન ની વ્યવસ્થા ના સર્જાય તે માટે અનેક સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. આ મૂર્તિ પ્રતિષ્ઠામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે 54 દેશના પ્રતિનિધિ પણ હાજર રહેશે તેથી આ મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યો છે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશના પ્રતિષ્ઠિત લોકો જેવા કે 54 દેશના સૌ પ્રતિનિધિઓ પણ ખાસ મહેમાન તરીકે આ મહોત્સવ હાજર રહેશે. તેમાં અમેરિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા સહિત અનેક યુરોપિયન કન્ટ્રી ના લોકો પણ હાજર રહેશે 19 જાન્યુઆરી 2024 ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને ગ્રીન કલરના વાઘા નો શણગાર કરવામાં આવશે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે દરેક ભક્તો મોહિત થઈ જાય તેઓ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો શ્રીંગાર લાગી રહ્યો હતો શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ત્રણેય ભાઈ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન સાથે જોવા મળ્યા હતા.
આ ત્રણેય ભાઈઓની જોડી જોઈને સૌ લોકો આ મૂર્તિ તરફ આકર્ષાયા હતા. આજે તેમને ક્રીમ કલરના વાઘા નો શણગાર કરવામાં આવ્યો હતો સોમવારે સફેદ મંગળવારે લાલ બુધવારે લીલા ગુરુવારે પીળા શુક્રવારે ક્રીમ શનિવારે વાદળી અને રવિવારે પિંક કલરના વસ્ત્રમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને શણગારવામાં આવશે અયોધ્યામાં આજે સવારે 8 ડિગ્રી કરતાં પણ ઓછું તાપમાન હતું જેથી કરીને આવનારા સમયમાં અયોધ્યા નગરીમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
જેથી કરીને દરેક ભક્તો માટે ઠંડીથી બચી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક જગ્યાએ ચા નાસ્તો ફરસાણ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઠંડીથી બચવા માટે હીટર પણ ચાલુ કરવામાં આવ્યા છે અયોધ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જે ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું આ પેઇન્ટિંગ ની તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં લોકોએ કમેન્ટમાં ખૂબ જ વખાણ કર્યા હતા. હવે સૌ ભારતવાસીઓ આવનારી 22 જાન્યુઆરી 2024 ની રાહ જોઈ રહ્યા છે.