‘એનિમલ’ સ્ટારકાસ્ટની દીવાની થઇ ફ્લાઇટ અટેન્ડેન્ટ – વ્હાઇટ શર્ટ પર લીધો રણબીર, બોબી અને રશ્મિકાનો આટોગ્રાફ

હાલમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એનિમલ ફિલ્મ ખૂબ જ ધૂમ મચાવી રહી છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. તેના દરેક પાત્ર ખૂબ જ દરેક લોકોના દિલમાં રસપ્રદ બની ચૂક્યા છે. જેમાં રણબીર કપૂર રશ્મિકા મન્દાના અને બોબી દેઓલના પાત્રો લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે. તેને ખૂબ જ સારું અભિનય કરી લોકોના દિલમાં એક અલગ સ્થાન મેળવી લીધું છે. જેઓ લોકો એક પ્રાઇવેટ જેટની એરહોસ્ટેસના શર્ટ પર ઓટોગ્રાફ આપતા જોવા મળી રહ્યા છે.

આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તેના ફ્રેન્ડ્સ અલગ અલગ કમેન્ટ કરી પ્રતિસાદ આપી રહ્યા છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. દરેક લોકોનું સપનું હોય છે કે તે બોલીવુડના અભિનેતા તથા અભિનેત્રીઓને મળે પરંતુ એક સાથે આટલા બધા અભિનેતા અભિનેત્રીઓને મળવું લોકોનું સપનું હોય છે. ત્યારે આ એરહોસ્ટેસને દરેક લોકોના ઓટોગ્રાફ મળ્યા હતા.

આ ક્લિપમાં ફ્લાઈટ એટેન્ડન્ટ સફેદ શર્ટ અને બ્લુ પેન્ટમાં જોવા મળી રહી છે. રણબીર કપૂર બોબી દેઓલ રશ્મીકા મંદાના જેવા ફિલ્મના કલાકારો સાથે સાથે તે નિર્દેશક સંદીપ વાંગા પાસેથી પણ શટપટ ઓટોગ્રાફ લેતી જોવા મળી રહે છે. આસપાસના લોકો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ એર હોસ્ટેસને આનંદનો કોઈ પાર રહ્યો ન હતો તેથી જ તેની ખુશીને વ્યક્ત કરવા માટે તેને સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, તેણે મને જે રીતે જોઈ હું પ્રેમમાં પડી ગઈ એક પોસ્ટમાં તેને બોબી દેઓલે આપેલ ઓટોગ્રાફ પણ બતાવ્યો છે.

બોબી સાથેની તસવીર શેર કરી તેણે શર્ટ પર લખેલી લાઈન પણ બતાવી તેના શર્ટની પાછળ લખ્યું ડિયર ગીતા ઘણો પ્રેમ બોબી આ વિડીયો જોતાની સાથે જ ઘણા લોકો ખૂબ જ પ્રેમ વર્ષાવી રહ્યા છે. આ ફ્લાઈટ એટેન્ડન્ટ ની પોસ્ટ પર લોકોએ લખ્યું તમારું નસીબ ઘણું સારું લખ્યું છે કે, આનાથી વધારે કોઈ સારું ભાગ્ય હોય જ ના શકે કે એક સાથે આટલા બધા અભિનેતા તથા અભિનેત્રીઓને મળી શકે. આ વીડિયોને અત્યાર સુધી 1.5 મિલિયન કરતાં પણ વધારે દિવસ મળ્યા છે તથા લાખોની સંખ્યામાં લોકો કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *