વાહ દિલ જીતી લીધું!! લોક ગાયિકા અલ્પાબેન પટેલે પોતાના ઘર આંગણે દીકરીઓને ભોજન કરાવ્યું અને આપી અનોખી ભેટ જુઓ વાયરલ વિડિયો
ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલ સંગીત ક્ષેત્ર સાથે સાથે સમાજસેવા અને સારા કાર્ય સાથે પણ હંમેશા જોડાયેલા રહે છે આ જ કારણથી તે આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે સાથે સાથે અલ્પાબેન પટેલે પોતાના સુર થી દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ કારણથી તેમના દરેક લોક ડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે અલ્પાબેન પટેલ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો નો વિડીયો શેર કરતા હોય છે જેમાં તેમના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે.

હાલમાં જ તેણે લક્ષ્મીરૂપી દીકરીઓને પોતાના ઘર આંગણે ભોજન કરાવ્યું હતું અને ત્યારબાદ સુંદર મજાની ભેટ આપી હતી. આ કાર્ય જોઈ અલ્પાબેન પટેલ ના દરેક લોકો મન ભરીને વખાણ કરી રહ્યા છે. આ વિડીયો અલ્પાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે અલ્પાબેન પટેલ દરેક દીકરીઓને ભોજન કરાવી રહ્યા છે ત્યારબાદ ભેટ પણ આપી રહ્યા છે આ વિડીયો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે ગયા વખતે પાણીની બોટલ આપી હતી હવે સ્કૂલે જવાની તૈયારીઓ થાય છે એટલે આ વખતે Foldable study table આપ્યા જે બહુ જ કામ લાગશે. એમને જ્યાં લખવું વાંચવું હશે ત્યાં આરામથી બધુ કરી શકશે. દિકરીયું ખુબ રાજી થઈ બસ હું આપની સામે એ ખુશી વ્યક્ત કરું છું. જય ખોડિયાર.

અલ્પાબેન પટેલ આટલા મોટા કલાકાર હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી તે હંમેશા લોક સેવાના કાર્યમાં પોતાનો અગ્રિમ ફાળો આપે છે આ કારણથી તેમને દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે માત્ર એટલું જ નહીં પરંતુ ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના ફંકશન નિમિત્તે યોજાયેલા લોક ડાયરામાં અલ્પાબેન પટેલ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ક્ષણ દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની હતી.

મુકેશ અંબાણીના સમગ્ર પરિવારે અલ્પાબેન પટેલના સુરના મન ભરીને વખાણ કર્યા હતા. પરંતુ હાલમાં તો દીકરીને ભોજન કરાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ દરેક લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી હતી અને ચાહકોએ કોમેન્ટ દ્વારા અલ્પાબેન પટેલ ના આ કાર્યના ખૂબ વખાણ કર્યા હતા સાથે સાથે તેમને આવનારા ભવિષ્ય માટે શુભકામના અને શુભેચ્છાઓ પણ પાઠ્વી હતી.
