લોક ગાયિકા અલ્પાબેન પટેલે જાંબલી કુર્તીમાં કરાવ્યુ ખૂબ જ આકર્ષક ફોટોશૂટ તસવીરો જોઈ ચાહકો પણ બોલી ઉઠ્યા કે….
ગુજરાતી કલાકારો ની દુનિયામાં અલ્પાબેન પટેલે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. નાનકડા એવા પરિવારમાંથી આવતા અલ્પાબેન પટેલ આજે સમગ્ર વિશ્વમાં લોકસંગીતની છાપ ઊભી કરી રહ્યા છે.

અલ્પાબેન પટેલ આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનું સંગીત પીરસી રહ્યા છે. અલ્પાબેન પટેલે માત્ર પટેલ સમાજને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતીઓને ગર્વ અપાવ્યો છે. આજ કારણથી અલ્પાબેન પટેલના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે.

થોડા સમય પહેલા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન પ્રસંગે અલ્પાબેન પટેલે લોક ડાયરામાં હાજરી આપી હતી. સમગ્ર અંબાણી પરિવાર દ્વારા અલ્પાબેન પટેલ નું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તેમને ભેટ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર અંબાણી પરિવાર એ અલ્પાબેન પટેલના સંગીતના મન ભરીને વખાણ કર્યા હતા. આ લોક ડાયરામાં અલ્પાબેન પટેલ લોકસંગીતની રમઝટ જમાવી હતી તથા દરેક લોકોને મન મૂકીને નચાવ્યા હતા.તેઓ હંમેશા પોતાના સોશિયલ મીડિયા દ્વારા લોક ડાયરાની અનેક તસવીરો તથા ફોટોશૂટ શેર કરતા હોય છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે.

હાલમાં જ અલ્પાબેન પટેલે જાંબલી કલર ની કુર્તીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ સાથે તેને ખૂબ જ આકર્ષક પોઝ પણ આપ્યા હતા. લોકોને તસવીર સાથે સાથે તેમના આપેલા પોઝ પણ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. આ સાથે તેણે પહેરેલો નેકલેસ પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

તેણે તસવીરમાં ગોકુળમાં ટહુક્યા મોર નામનું સોંગ પોસ્ટ કર્યો હતો આ ગીતે તમામ લોકોના દિલ જીતી લીધા હતા. સાથે સાથે તેમણે કેપ્શનમાં રાધા કૃષ્ણ લખી જાંબલી હાર્ટ મુક્યું હતું જોકે અલ્પાબેન પટેલ રાધાકૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા તથા વિશ્વાસ ધરાવે છે. હાલમાં તો તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.