લોક ગાયિકા ગીતાબેન રબારી પોતાના કાર્યક્રમ માટે જઈ રહી છે આ દેશમાં, એરપોર્ટ પર તસવીર શેર કરતાં કેપ્શન માં લખ્યું કે…

સમગ્ર કચ્છ અને ગુજરાતનું ગર્વ ગીતાબેન રબારી આજે સમગ્ર વિશ્વમાં લોકસંગીત ક્ષેત્રે ડંકો વગાડી રહ્યા છે ખૂબ જ નાનકડા પરિવાર માંથી આવતા ગીતાબેન રબારી આજે વિશ્વ કક્ષાએ પોતાની એક અલગ ઊભી કરી છે આ મુકામ સુધી પહોંચવા માટે તેમને પોતાના જીવનમાં અનેક સંઘર્ષો પાર કર્યા છે તેથી જ આજે તેઓ સફળતાના અનેક શિખરો પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતવાસીઓને ગર્વ અપાવી રહ્યા છે.

ગીતાબેન રબારી ના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. એમના કાર્યક્રમમાં આજે માત્ર ગુજરાત અને ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે વિદેશની ધરતીમાં પણ રહેતા ગુજરાતી ગીતાબેન રબારીને તેમના દરેક કાર્યક્રમો તથા લોક ડાયરામાં ખૂબ પ્રેમ અને સાથ સહકાર આપે છે આ જ કારણથી ગીતાબેન રબારી આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે.

હાલમાં ગીતાબેન રબારી પોતાના કાર્યક્રમ માટે યુગાન્ડા અને કતાર દેશ માં જવા માટે એરપોર્ટ પર જોવા મળી હતી. ગીતાબેન રબારી એરપોર્ટ સાથે તસવીર શેર કરી ચાહકોને સમાચાર આપ્યા હતા. ગીતાબેન રબારી એ કેપ્શન માં લખ્યું હતું કે ટુ યુગાન્ડા એન કતાર આમ કહી તેને પોતાના આગળના કાર્યક્રમની માહિતી આપી હતી. ગીતાબેન રબારી એરપોર્ટ પાસે ખૂબ જ આકર્ષક લુક માં જોવા મળ્યા હતા. લોકોએ તેની સુંદરતાના મન ભરીને વખાણ કર્યા હતા ગીતાબેન રબારી આગળના દિવસોમાં અનેક વિદેશના કાર્યક્રમ અને લોક ડાયરામાં હાજર આપશે.

આ તસવીરો વાયરલ થતાની સાથે જ ગીતાબેન રબારી ના ચાહકોએ નવી સફરની શુભકામના પાઠવી હતી. ગીતાબેન રબારી ના ચાહકો તેમને વિદેશમાં પણ ખૂબ જ પ્રેમ કરે છે. આજ કારણથી ભારત સાથે સાથે ગીતાબેન રબારી વિદેશની ધરતીમાં પણ પોતાના પતિ પૃથ્વી રબારી સાથે જોવા મળે છે જેની અનેક તસવીરો તે અવારનવાર સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે હાલમાં તો ગીતાબેન રબારી યુગાન્ડા અને કતારના લોકોને ગુજરાતી લોકસંગીતથી જુમાવવા માટે તૈયાર છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *