ગુજરાતી પરી લાગે છે લોક ગાયિકા શિતલ ઠાકોર, રંગબેરંગી ચણિયાચોળીમાં કરાવ્યું ફોટોશૂટ જુઓ વાયરલ તસવીરો
ગુજરાતી લોક ગાયિકા શીતલ ઠાકોર ગુજરાતની સંસ્કૃતિ અને લોક કલા ને સમગ્ર વિશ્વમાં પહોંચાડી રહ્યા છે. નાની ઉંમરમાં જ શીતલ ઠાકોરે સફળતાના અનેક શિખરો પ્રાપ્ત કરી લીધા હતા. તેણે પોતાના ગીતો દેશ-વિદેશ સુધી પહોંચાડ્યા છે. એમણે ખૂબ જ નાની ઉંમરમાં ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.
સંગીત ક્ષેત્રે તેમને અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે. શીતલ ઠાકોરને નાનપણથી જ ગીતો સાથે ખૂબ જ પ્રેમ હતો. આજ પ્રેમ અને શોખને કારણે તેમણે ધીમે ધીમે સંગીત ક્ષેત્રે આગળ વધવાનું શરૂ કર્યું. એમના સંઘર્ષોને કારણે શિતલ ઠાકોર આજના સમયમાં સંગીત ક્ષેત્રે ખૂબ જ સફળ થઈ ચૂક્યા છે.
શીતલ ઠાકોરનો જન્મ 19 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના નાનકડા ગામમાં થયો હતો. શીતલ ઠાકોર આજે પોતાના પરિવાર સાથે રહે છે અને તેમનો પરિવાર પણ શીતલના દરેક કાર્યોમાં ખૂબ સાચા સહકાર અને પ્રેમ આપે છે આજ કારણથી શીતલ પોતાના જીવનમાં સફળ રહી છે. નાની ઉંમરમાં જ પોતાના સંગીતનો સુર ફેલાવી ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી લીધી હતી.
આજના સમયમાં શિતલ ઠાકોર ખૂબ જ પ્રખ્યાત કલાકાર બની ચૂક્યા છે તેમને સાંભળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. શીતલ ઠાકોર આજે પોતાના દરેક કાર્યક્રમમાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો સાથે જોવા મળે છે. શીતલ ઠાકોર ના દરેક ગીતો ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ બન્યા છે.તેમના ગળા માં સાક્ષાત માં સરસ્વતી બિરાજમાન છે.લોકો ને તેમનો સુર ખૂબ જ પસંદ આવે છે.
શીતલ ઠાકોર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતી હોય છે. તેણે હાલમાં જ ચણિયાચોળીમાં ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું શિતલ ઠાકોર આટલા મોટા કલાકાર હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો ક્યારેય ભૂલ્યા નથી.
તેઓ પોતાના દરેક કાર્યક્રમોમાં સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળે છે આજ કારણથી તેણે લાખો ચાહકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. આ તસવીરને અત્યાર સુધી 16,000 કરતાં વધારે લાઇક અને 200 કરતાં વધારે કોમેન્ટ મળી ચૂકી છે જેમાં શીતલ ઠાકોરની સુંદરતાના લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.