લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મોંઘી લક્ઝરીયસ કાર પોતાના દાદા ને ભેટમાં આપી, દાદા દીકરા નો પ્રેમ જોઇ લોકો ભાવુક થઈ ગયા – જુઓ વાયરલ વિડિયો

ગુજરાતમાં લોક કલાકાર અને સાહિત્યની દુનિયામાં રાજભા ગઢવી સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ ઊભી કરી છે. રાજભા ગઢવી ના દરેક કાર્યક્રમમાં અને ડાયરામાં ઇતિહાસની તથા સાહિત્યની વાતો સાંભળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હાલમાં જ રાજભા ગઢવી ની મુલાકાત ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. નરેન્દ્ર મોદીએ રાજભા ગઢવીના ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ભારતીય યુવાનો ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યા છે. આજ વાતથી અંદાજો લગાવી શકાય કે રાજભા ગઢવી આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોક સાહિત્યનો ડંકો વગાડી રહ્યા છે.

રાજભા ગઢવીના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. જે તેમને ખૂબ પ્રેમ સાથ અને સહકાર આપે છે રાજભા ગઢવી પોતાના ચાહકો વચ્ચે અનેક સમાચારો લઈને આવતા હોય છે. તેઓએ હાલમાં જ fortuner કાર પોતાના પિતાને ભેટમાં આપી હતી. રાજભા ગઢવી પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને તેમાં પણ રાજભા ગઢવીની સફળતા પાછળ તેમના પિતાનો ખૂબ ફાળો રહેલો છે. હાલમાં તો તેમણે પોતાના પિતાને ભેટમાં આપેલી fortuner કાર ની ખુશી ચાહકો સાથે પોસ્ટ શેર કરી વ્યક્ત કરી હતી.

રાજભા ગઢવી આજે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે પરંતુ તેમની સફળતા પાછળ અનેક સંઘર્ષો જોડાયેલા છે. આ સાથે સાથે રાજભા ગઢવી એ પોતાના પિતાને બ્લેક કલરની થાર ગાડી ભેટ માં આપી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે રાજભા ગઢવી ના દાદાએ નવી ગાડી પરથી પડદો ઉઠાવી કારનું અનબોક્સિંગ કર્યું હતું. સાથે જ તમામ લોકોએસાથે જ તમામ લોકોએ રાજભા ગઢવી અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

આ વીડિયોમાં દાદા દીકરા નો પ્રેમ જોવા મળ્યો હતો. તમામ લોકોએ રાજભા ગઢવીના મન ભરીને વખાણ કર્યા હતા. આટલા મોટા સાહિત્યકાર હોવા છતાં પણ પોતાના દરેક સંબંધો લાગણી સાથે નિભાવે છે. રાજભા ગઢવી આ વિડીયો દ્વારા સાબિત કર્યું કે માત્ર પૈસા અને નામના થી મહાન હોવું જરૂરી નથી પરંતુ પોતાના સંબંધોથી મહાન હોવું જરૂરી છે. આ કારની ખુશીમાં રાજભા ગઢવીના ચાહકો સાથે સાથે ગુજરાતના અનેક કલાકારોએ પણ અભિનંદન પાઠવી પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *