દેવભૂમિ દ્વારકામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની લીધે એક જ પરિવારના ચાર સભ્યોના દર્દનાક મોત સાત માસની બાળકી બળીને રાખ
સમગ્ર ગુજરાતમાં આગ લાગવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ઘણીવાર કોઈ અન્ય જગ્યાએ પણ આગ લાગવાને કારણે અનેક મૃત્યુના કિસ્સાઓ સામે આવતા હોય છે આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકા માંથી સામે આવી છે.
દેવભૂમિ દ્વારકામાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો આગ ની ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. ઘરમાં અચાનક શોર્ટ સર્કિટને કારણે એક જ પરિવારમાં રહેતા દાદા દાદી પતિ પત્ની તથા સાત માસની બાળકીના ઘટના સ્થળે જ મૃત્યુના સમાચાર સામે આવ્યા છે આ ખૂબ જ દર્દનાક ઘટના થવાને કારણે સમગ્ર દ્વારકામાં શોકનો માહોલ સર્જાઈ ગયો છે.
આ ઘટના સાથે તુરંત પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ થતાં પૂછપરછ હાથ ધરી હતી પૂછપરછ તથા તપાસ કરતાં જાણવા મળ્યું કે જ્યારે સમગ્ર પરિવાર સવારમાં પોતાના ઘરે સૂતો હતો ત્યારે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તેથી તેનો ધુમાડો સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો.
આ જ કારણે પરિવારને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. એક જ પરિવારના સભ્યોના મૃત્યુ થયા હોવાથી સમગ્ર દ્વારકાવાસીઓ સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. હાલમાં તો પોલીસ આગ લાગવાનું કારણ અને પરિવારના મૃત્યુને માહિતી એકત્ર કરી સાચા કારણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.