એક બાઈક પર ચાર લોકો સવાર થતા ત્રણ સગા ભાઈ બહેનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃ-ત્યુ પરિવાર માથે આભ ફાટી પડ્યું
સમગ્ર ભારતમાં અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે આવી જ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના નોઈડામાં બની હતી કે જ્યાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં સગી બે બહેનો અને એક ભાઈના દર્દનાક રીતે મોત થયા હતા. જ્યારે બહેનની મિત્રને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ચારેય લોકો એક જ બાઈક પર સવાર થઈ લગ્ન પ્રસંગમાંથી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી પરંતુ એક બાઈકમાં ચાર લોકો સવાર થતાં ટ્રાફિક ના નિયમો પર પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. એક જ પરિવારમાંથી સગા ભાઈ બહેનોના મૃત્યુના સમાચાર સાંભળી તેના પરિવાર માથે આભ ફાટ્યું હતું. હાલમાં તો પોલીસે આ અકસ્માત અંગે તાત્કાલિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાદ ટ્રાફિક નિયમો પર લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. મળતા અહેવાલ અનુસાર કલેશરા ગામમાં મધુવન વિહાર માં રહેતા શિવ સિંહ બલ્બ બનાવવાની ફેક્ટરીમાં કામ કરે છે પરંતુ ગુરુવારે સવારે શિવસિંહ ના પુત્રો અને પુત્રી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા પરંતુ અઢી વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતી વખતે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શિવ સિંહનો પુત્ર સુરેન્દ્રસિંહ તેની બહેન શૈલી અને અંશુ ભોગ બન્યા હતા. ત્રણેય મૃતકો ની ઉમર 28 26 અને 14 છે.
આ ઘટનામાં બંને બહેનોની મિત્ર પણ સાથે હતી પરંતુ તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યારે તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોટા વાહને જોરદાર રીતે ટક્કર મારતા તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન રસ્તા પર અનેક નિશાનો પણ મળી આવ્યા હતા. જેને કારણે અંદાજો લગાવી શકાય કે અકસ્માત ખૂબ જ ભયંકર રીતે સર્જાયો હશે. સુરેન્દ્રસિંહ ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયો હતો. પરંતુ વધારે ઇજા હોવા થી ફરજ પરના ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ સાથે જ પરિવારે એક જ દિવસે પોતાના ત્રણ સ્વજનોને ગુમાવ્યા હતા જોકે હવે તેના પરિવારમાં માત્ર એક જ દીકરો રહ્યો છે. હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી અકસ્માતની પૂછપરછ કરી રહી છે.