સુરાપુરા ધામ ભોળાદ થી પૂજ્ય દાનભા બાપુની સુરતમાં પધરામણી… મહાપ્રસાદ અને ભવ્ય લોક ડાયરાની રમઝટ – જુઓ સુંદર તસવીરો
આપણે સૌ લોકોએ સુરાપુરા ધામ ભોળાદ નામ તો સાંભળ્યું જ હશે આ ગામમાં બિરાજમાન થયેલ વીર રાજાજી તેજાજી દાદા 900 વર્ષ બાદ ફરી પાછા વળ્યા હતા. આ દાદા સુરાપુરા ધામ ભોળાદ ખાતે બિરાજમાન છે આ ભોળાદ ધામ દરેક ભક્તો માટે આસ્થા અને વિશ્વાસનું પ્રતીક બની ગયું છે. અહીં લોકો વીર રાજાજી તેજાજી દાદા ના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે તથા અહીં દાદાની કૃપા તથા પરમ પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુ ની પ્રેરણાથી લાખો લોકો વ્યસન મુક્ત થાય છે. આજની યુવા પેઢીને સાચા માર્ગે લઈ જવા માટે સુરાપુરા ધામ ભોળાદ મહેનત કરી રહ્યું છે.
28 ફેબ્રુઆરી 2024 ના રોજ પરમ પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુ સુરતના આંગણે પધાર્યા હતા. આ પધરામણી નિમિત્તે કારડીયા રાજપુત સમાજ તથા ભોળાદ સેવક મંડળ દ્વારા મહાપ્રસાદ તથા ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. દાનભા બાપુ નું સ્વાગત કારડીયા રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું
ઢોલ નગારા શરણાઈ સાથે આ સ્વાગત ની શોભા ખીલી ઉઠી હતી.આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં સુરતવાસીઓ ભેગા થયા હતા. આ કાર્યક્રમનું આયોજન ડભોલી વિસ્તારમાં આવેલા મહાદેવ ફાર્મમાં કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય મહાપ્રસાદમાં સાત હજાર કરતાં પણ વધારે લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો મહાપ્રસાદ બાદ લોક સાહિત્યનો ડંકો વગાડનાર યુવા કલાકાર પિયુષ મિસ્ત્રી તથા નિકુલ દાન ગઢવી દ્વારા લોક ડાયરાની રમઝટ જમાવી હતી. આ કાર્યકમ માં અનેક સ્વયંસેવકોએ સાથ અને સહકાર આપ્યો હતો. દાનભા બાપુ ના સ્વાગત સમયે એક ભક્તે દાનભા બાપુ ની તસ્વીરનું પેઇન્ટ કરેલું ચિત્ર ભેટમાં આપ્યું હતું. જોકે દાનભા બાપુએ તેને સ્વીકારવાની ના પાડી હતી પરંતુ ભક્તના આગ્રહને કારણે દાનભા બાપુએ અંતે આ ભેટને સ્વીકારી હતી.
આ કાર્યક્રમ પહેલા કતારગામના ડભોલી વિસ્તારમાં આવેલ ઉત્સવ ગુજરાતી થાળી નું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી દાનભા બાપુએ પોતાના પ્રવચન દ્વારા દરેક લોકોને રૂડા આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમ ખૂબ જ અદભુત અને સુંદર રીતે પૂર્ણ થયો હતો તેની સાથે સાથે દાનભા બાપુએ તમામ સુરત વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.