અનંત રાધિકાને લગ્નના આશીર્વાદ આપવા માટે ફરીવાર બોલીવુડ સેલિબ્રિટીનો જામ્યો મેળો-અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, શહિદ કપૂર, અજય દેવગન, આલિયા ભટ્ટ સાથે જાણો કોણ સેલિબ્રિટી રહ્યા હાજર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નને લઈને મુંબઈ ઉત્સાહથી છવાઈ ગયું હતું.દેશ દુનિયામાં ચારે તરફ માત્ર અંબાણી પરિવારના લગ્નને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી માત્ર એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં પણ છેલ્લા ઘણા દિવસોથી માત્ર અંબાણી પરિવાર જ આગળ પડતો જોવા મળે આખરે તમામ લોકોની ઉત્સાહ અને આતુરતાનો અંત આવ્યો હતો જ્યારે 12 જુલાઈ 2024 ના પવિત્ર પાવન દિવસે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અમ્બાણી પરિવારના સગા સંબંધી બોલીવુડ સેલિબ્રિટીઓની ઉપસ્થિતિ અને હાજરીમાં અનંત અને રાધિકા જન્મોજનમના લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ દિવસ માત્રા અંબાણી પરિવાર માટે નહીં પરંતુ તમામ આમંત્રિત મહેમાન અને સગા સંબંધી મિત્ર સહિત લોકો માટે યાદગાર બની રહેશે જેને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં.
અંબાણી પરિવાર એ અનંત અને રાધિકાના લગ્ન બાદ નવદંપતીના આશીર્વાદ માટે પોતાના ઘર આંગણે ભવ્ય આશીર્વાદ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સગા સંબંધી વડીલો અને સાધુ સંતોની હાજરીમાં નવદંપતીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા પરંતુ આ શુભ પ્રસંગના માહોલ વચ્ચે ફરીવાર બોલીવુડ સેલિબ્રિટીનો મેળો અંબાણી પરિવારના ઘર આંગણે જામ્યો હતો. એની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ સેલિબ્રિટીઓ ના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા તેમની તસવીરો પણ ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે.
આશીર્વાદ સમારંભમાં સૌપ્રથમ બોલીવુડના શહેનશાહ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન પોતાની પત્ની જયા બચ્ચન સાથે ખાસ નવદંપત્તિને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા આપણે સૌ લોકો જાણીએ છીએ કે અમિતાભ બચ્ચનનો સમગ્ર પરિવાર અંબાણી પરિવાર સાથે ખૂબ જ નજીકના સંબંધો ધરાવે છે. આ કારણથી દરેક પારિવારિક અને સામાજિક પ્રસંગોમાં તેમનો પરિવાર અચૂકથી હાજર રહે છે. આબાદ ખૂબસૂરત હસીના માધુરી દીક્ષિત પણ ખાસ હાજર રહી હતી તેમને અનંત અંબાણીની જાનમાં ચોલી કે પીછે ક્યા હૈ ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો તેમના વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કિંગ અને એસઆરકે તરીકે જાણીતા શાહરુખ ખાન પોતાની પત્ની અને બાળકો સાથે હાજરી આપી અંબાણી પરિવારના આ પ્રસંગને ખાસ બનાવ્યો હતો.
આશીર્વાદ સમારંભમાં વધુ ચમક ઉમેરવા માટે શહીદ કપૂર પણ પોતાની સુંદર પત્ની સાથે હાજર રહ્યા હતા ત્યારબાદ અજય દેવગને પોતાના પુત્ર સાથે ધમાકેદાર એન્ટ્રી કરી તમામ લોકોને દીવાના બનાવ્યા હતા. આ માહોલ વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની જોડી એ પણ લોકોની વચ્ચે ખૂબ જ ધૂમ મચાવી હતી તેઓએ પોતાના આકર્ષક અને સુંદર આઉટફીટ થી તમામ લોકોને પોતાના તરફ જોવા માટે મજબૂર કરી દીધા હતા.