ભારતીય સંસ્કૃતિનું ગર્વ!! ચણિયાચોળી સાથે ગીતા રબારીએ લોકો ના દિલ જીતી લીધા – જુઓ વાયરલ તસવીરો
ગુજરાતના કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી પોતાના વિદેશ પ્રવાસ પરથી ફરીવાર ભારત પાછા ફર્યા છે અને ભારત આવતાની સાથે જ લોક ડાયરા અને રાસ ગરબાની અનેક જગ્યાએ રમઝટ જમાવી હતી ગીતા રબારીના કાર્યક્રમમાં આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતના અનેક શહેરોમાં જોવા મળે છે આગામી સમયમાં ગીતાબેન રબારી ફરીવાર વિદેશ પ્રવાસ પર જવા જઈ રહ્યા છે.


આ સાથે સાથે ગીતાબેન રબારી યુરોપના જર્મની દેશમાં પ્રથમવાર કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આ માટે તમામ જર્મન વાસીઓએ પણ ઉત્સાહ દર્શાવ્યો હતો. આ માહોલ વચ્ચે ગીતાબેન રબારીએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો પહેરવેશ પહેર્યો હતો જેની તસવીરો ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. આ તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ તસવીરો માં જોઈ શકો છો કે ગીતાબેન રબારી ચણિયાચોળીમાં ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજ સાથે જોવા મળ્યા હતા. આ લુક માં ગીતાબેન રબારી સ્વર્ગની અપ્સરા કરતા પણ વિશેષ લાગી રહ્યા હતા જોકે ગીતાબેન રબારી પોતાના દરેક કાર્યક્રમોમાં સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળે છે. આ તસવીરમાં ગીતાબેન રબારી ખુબ સુંદર સ્માઈલ પણ આપી હતી જેથી લોકો વચ્ચે વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આટલા મોટા કલાકાર ગીતાબેન રબારી હંમેશા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે હાલમાં તો આ તસવીરો એ ગીતાબેન રબારી ના ચાહકોના દિલ જીતી લીધા હતા આ સાથે મીઠું મીઠું મલકે છે નામનું ગીત પણ પોસ્ટ કર્યો હતો તસવીરની અત્યાર સુધી 60000 કરતાં પણ વધારે લાઇક મળી ચૂકી છે આ સાથે કોમેન્ટમાં પણ લોકોનો પ્રેમ જોવા મળ્યો હતો. ગીતાબેન રબારીને સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે. આ વાત સમગ્ર ગુજરાત માટે ખૂબ જ ગર્વ ની છે.
