ઓસ્ટ્રેલિયાની ધરતીમાં ચણિયાચોળી સાથેના પહેરવેશમાં ચમકયા ગીતાબેન રબારી આકર્ષક અંદાજમાં પોઝ આપી કરાવ્યું ફોટોશૂટ જુઓ વાયરલ તસવીરો
ગુજરાતનું ગૌરવ અને કચ્છી કોયલ ગીતાબેન રબારી ઓસ્ટ્રેલિયાના અલગ અલગ શહેરોમાં રાસ ગરબાની ધૂમ મચાવી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતવાસીઓએ ગીતાબેન રબારીનું કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું.આ કારણથી કહી શકાય કે આજે ગીતાબેન રબારી સમગ્ર વિશ્વમાં લોકસંગીત અને રાસ ગરબાનો ડંકો વગાડી રહ્યા છે તેથી જ આજે વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતી પરંપરા અને તેમનું લોકસંગીત પહોંચી ગયું છે જેમાં ગીતાબેન રબારી એ પોતાનો અગ્રીમ ફાળો આપ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં અલગ અલગ ફરવા લાયક સ્થળોની પણ તેમણે મુલાકાત લીધી હતી. આ સાથે ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પરિવાર સાથે પોતાનો સમય વિતાવ્યો હતો. આ રાસ ગરબા ના કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા તમામ ભારતીય ખૂબ મોટી સંખ્યામાં ગરબાના સ્થળે ગીતાબેન રબારી ના સુરે રાસ ગરબા મા ધૂમ મચાવા માટે પહોંચ્યા હતા. તેમણે પોતાના લોકપ્રિય ગીતોથી તમામ લોકોને મન મૂકીને ગરબે ઘુમાવ્યા હતા. આ તમામ કાર્યક્રમ માટે લોકોએ ખૂબ જ ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી.
આ રાસ ગરબા માં માત્ર ભારતીય લોકો નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમને ભારતીય સંસ્કૃતિ રીત રિવાજ સંસ્કાર લોકસંગીતના ખૂબ નજીકથી દર્શન કર્યા હતા ગુજરાતના અનેક કલાકારો વિદેશની ધરતીમાં પણ ભારતની સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે આ વાત આપણા સૌ ગુજરાત વાસી તથા ભારતીય લોકો માટે ખૂબ જ ગર્વની છે. આ કાર્યક્રમ ઓસ્ટ્રેલિયામાં નહીં પરંતુ જાણે ગુજરાતના કોઈ શહેરમાં હોય તેવું વાતાવરણ ત્યાંના લોકો દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું. ખરેખર આ કાર્યક્રમને જીવનભર કોઈ ભૂલી શકશે નહીં ગીતાબેન રબારી એ પણ તમામ ગુજરાતવાસીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
આ માહોલ વચ્ચે ગીતાબેન રબારી એ પોતાના કાર્યક્રમ માટે ખૂબ જ આકર્ષક ચણિયાચોળી પહેરી અલગ અલગ અંદાજમાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું. આજે તેઓ વિદેશમાં હોવા છતાં પણ પોતાનો પહેરવેશ ક્યારેય ભૂલ્યા નથી. આ તસવીરને અત્યાર સુધી 63 હજાર કરતાં વધારે લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે તમામ લોકોએ ગીતાબેન રબારી ના સંસ્કારના ખૂબ જ વખાણ કર્યા હતા. આ સાથે કોમેન્ટમાં તેમની માટે ચાહકો તરફથી ભરપૂર પ્રેમ સાથ સહકાર જોવા મળ્યો હતો. આગળના સમયમાં ગીતાબેન રબારી ઓસ્ટ્રેલિયાના અનેક શહેરોમાં ભારતીય લોકોને રાસ ગરબામાં જુમાવશે. પરંતુ હાલમાં તો ગીતાબેન રબારી ની આ ચણીયા ચોળી સાથેની તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.