ગીતાબેન રબારીએ વાઈટ ટીશર્ટ અને બ્લુ પેન્ટ માં કરાવ્યું સુંદર ફોટો શૂટ લોકેશનમાં એવું લખ્યું કે….
આપ સૌ લોકો કચ્છી કોયલ તરીકે ઓળખાતી ગીતાબેન રબારી ને તો ઓળખતા જ હશો. ગીતાબેન રબારી આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના સુરથી ડંકો વગાડી દીધો છે. ગીતાબેન રબારીના અને કાર્યક્રમો વિદેશની ધરતી પર પણ આયોજન કરવામાં આવે છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં તેના ચાહકો તેના સુરને સાંભળવા માટે આવે છે.

ગીતાબેન રબારી હમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. જે અવારનવાર અનેક પોસ્ટ તથા વિડિયો પોસ્ટ કરતી હોય છે. થોડા સમય પહેલા જ ગીતાબેન રબારી એ પોતાના instagram એકાઉન્ટમાં તસવીરો શેર કરી છે.જે ચાહકોને ખૂબ જ પસંદ આવી છે. વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે ગીતાબેન રબારી વાઈટ ટીશર્ટ તથા બ્લુ પેન્ટમાં ફોટોશૂટ કરાવ્યું હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

તેને હાથમાં ગ્રીન કલરનો શર્ટ પણ પકડ્યો હતો. તેણે કેપ્શન માં સમ વેર ઇન ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં ક્યાંક આવી રીતે કેપ્શન પર લખ્યું હતું. જોકે ગીતાબેન રબારી થોડા સમય પહેલા ફ્રાન્સમાં યોજાયેલા કાર્યક્રમમાં ધૂમ મચાવી દીધી હતી તથા પેરિસમાં આવેલ એફિલ ટાવરની નીચે ગરબાની પણ ધૂમ મચાવી હતી.

ગીતાબેન રબારી વિદેશના કાર્યક્રમમાં પણ પોતાની ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારો નો ડંકો વગાડે છે. આજ કારણથી ગીતાબેન રબારી સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે. ગીતાબેન રબારી આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે. તેમને સંગીત ક્ષેત્રે અને એવોર્ડ તથા સર્ટીફીકેટ પ્રાપ્ત થયા છે.

આ સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે થી સન્માન પણ પ્રાપ્ત થયું છે. હાલમાં તો ગીતાબેન રબારીએ શેર કરેલી તસ્વીર એ તેના ચાહકો વચ્ચે ધૂમ મચાવી દીધી છે જેમાં લાઈક અને કોમેન્ટ દ્વારા તેના ચાહકો આ તસ્વીરના મન ભરીને વખાણ કરી રહ્યા છે.