કચ્છી કોયલ ગીતાબેન રબારી ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા ભજન સંધ્યા માં જમાવી રમઝટ લોકોએ લગાવ્યા જય શ્રી રામના નારા
આપણે સૌ લોકો જાણીએ છીએ કે 22 જાન્યુઆરી 2024 ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પોતાના નિજ મંદિર અયોધ્યામાં બિરાજમાન થયા હતા. આ ક્ષણ દરેક ભારતીય માટે યાદગાર બની ગયો હતો. આ અનોખા ક્ષણને વધાવવા માટે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિ હાજર રહ્યા હતા તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ હવે દરેક લોકો અયોધ્યા જવાનું સપનું જોતા હોય છે અયોધ્યામાં પણ દરરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે વધારે છે આવનારા દિવસોમાં જ્યારે રામનવમી આવવા જઈ રહી છે. ત્યારે અયોધ્યા ખાતે પણ ખૂબ જ તડા માર તૈયારીઓ થઈ રહી છે. હાલમાં તો કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
જેમાં તેમના ચાહકો દ્વારા લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી. મંદિરના ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગીતાબેન રબારી સાથે સાથે અને અયોધ્યાવાસીઓ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ રામોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દરેક લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અયોધ્યા ટ્રસ્ટ દ્વારા ગીતાબેન રબારીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગીતાબેન રબારી પોતાના સુરથી સૌને મોહિત કરી દીધા હતા તથા લોકોએ પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા અયોધ્યા સાથેના અનુભવો શેર કર્યા છે.
જેમાં તેમણે કહ્યું હતું કે આપ સૌ લોકોએ પણ પોતાના પરિવાર તથા મિત્રો સાથે એકવાર અયોધ્યા જરૂર આવવું જોઈએ અહીં અલગ જ આનંદની અનુભૂતિ નો અહેસાસ થાય છે આ ભજન સંધ્યા તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારી પોતાના પતિ પૃથ્વી રબારી સાથે હાજર રહ્યા હતા બંને લોકોએ એકસાથે ઉભા રહી અયોધ્યા મંદિર સાથે તસવીરો લીધી હતી.
જેની પોસ્ટ ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કરી હતી જેમાં લોકોએ કોમેન્ટ દ્વારા જયશ્રીરામના નારા લગાવ્યા હતા. હાલમાં તો ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના સૂરનો ડંકો વગાડી રહ્યા છે તેમને પોતાના સંઘર્ષોથી સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા છે. ગીતાબેન રબારી આજે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે તેમના ચાહકો માત્ર ગુજરાત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે તેમણે અનેક કાર્યક્રમો વિશ્વની ધરતીમાં પણ કર્યા છે હાલમાં તો ગીતાબેન રબારી અયોધ્યા સાથેની તસવીરો શેર કરી રહ્યા છે.