વાહ દિલ જીતી લીધું!! ગીતાબેન રબારીએ સુંદર ચણિયાચોળી પહેરી વિશ્વ સંગીત દિવસની કરી ખાસ ઉજવણી જૂઓ વાયરલ તસવીરો
સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ યોગ ડે સાથે વિશ્વ મ્યુઝિક દિવસ ની પણ ઉજવણી કરવામાં આવી હતી આ ખાસ દિવસે ગુજરાતના અનેક સિંગરોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી સંગીત દિવસની શુભકામના અને આનંદ વ્યક્ત કર્યો હતો. આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજે ગુજરાતી લોકસંગીત વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચી ગયું છે.
આ પાછળ ગુજરાતના તમામ કલાકારોની મહેનત અને સંઘર્ષો રહેલા છે. વિશ્વ સંગીત દિવસ નિમિત્તે કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી એ પોતાના ટ્રેડિશનલ ડ્રેસઅપ સાથે તસવીરો શેર કરી વિશ્વ સંગીત દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને પોતાની ખુશી લોકો સમક્ષ વ્યક્ત કરી હતી.
કચ્છના ગીતાબેન રબારી આજે સંગીત વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચાડ્યું છે આ કારણથી જ ગીતાબેન રબારી દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે આજે ગીતાબેન રબારી એ લોક સંગીતનો ડંકો માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં વગાડી દીધો છે. ગીતાબેન રબારી બાળપણથી જ સંગીત સાથે ખૂબ જ પ્રેમ કરે છે આ કારણથી જ વિશ્વ સંગીત દિવસ તેમના માટે ખૂબ જ ખાસ બની ગયો હતો. આ સાથે ગીતાબેન રબારી એ પોતાની સંસ્કૃતિના પહેરવેશના પણ ખૂબ જ નજીકથી દર્શન કરાવ્યા હતા.
ગીતાબેન રબારી આજે વિશ્વ કક્ષાના આટલા મોટા કલાકાર હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોને ક્યારેય ભૂલ્યા નથી તેઓ પોતાના દરેક કાર્યક્રમમાં સંપૂર્ણ ભારતીય પહેરવેશ સાથે ટ્રેડિશનલ ડ્રેસ અપ માં જોવા મળે છે આ કારણથી જ તેમના સંગીત સાથે સાથે ગીતાબેન રબારી ને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે તેમના ગળામાં સાક્ષાત સરસ્વતી માતા બિરાજમાન છે અને તેઓ સંગીતની ભેટ દરેક લોકો સુધી પહોંચાડી રહ્યા છે.તેમના માટે તેમના જીવનમાં સંગીત જ તેની માટે સર્વસ્વ છે.
આ કારણથી જ ગીતાબેન રબારી સંગીત સાથે હંમેશા જોડાયેલા રહે છે હાલમાં તેણે ચણીયા ચોળીના ડ્રેસઅપ સાથે ખૂબ જ આકર્ષક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.
જેમાં તેણે અલગ અલગ અંદાજમાં પોઝ આપી પોતાની સુંદરતામાં વધારો કર્યો તો આ તસ્વીર ને અત્યાર સુધી 21000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે આ તસ્વીરના કેપ્શન માં ગીતાબેન રબારી એ લખ્યું હતું કે હેપ્પી વર્લ્ડ મ્યુઝિક ડે અને આ દિવસની ખાસ ઉજવણી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ચાહકો સાથે કરી હતી.