લોક ગાયિકા ગીતાબેન રબારી કતાર દેશમાં જીન્સ ટોપ પહેરી જોવા મળ્યા, પરંતુ હાથમાં રહેલા પર્સની કિંમત જાણી તમે વિશ્વાસ નહીં કરી શકો. જાણો શું છે આ પર્સ ની કિંમત અને તેની વિશેષતા

ગુજરાતના અનેક કલાકારોએ આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસંગીત અને લોક કલાનો ડંકો વગાડી રહ્યા છે જે આપણા તમામ ગુજરાતવાસીઓ માટે ખૂબ ગર્વની વાત છે. આજે વિશ્વના અનેક દેશોમાં ભારતીય સંસ્કૃતિની એક અલગ ઓળખ અને નામના ઉભી થઈ છે તેમાં ગુજરાતના અનેક કલાકારોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે.

હાલમાં ગુજરાતના લોકગાયિકા અને કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી યુગાન્ડા અને કતારના પ્રવાસ પર છે જ્યાં તેણે યોજાયેલા લોક ડાયરામાં હાજરી આપી હતી અને તમામ લોકોને સંગીતથી મોજ કરાવવી હતી જેની અનેક તસવીરો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ સાથે સાથે ગીતાબેન રબારીએ કતારના રસ્તા ઉપર ઉભા રહી આકર્ષક અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. જેની અનેક તસવીરો ગીતાબેન રબારી એ પોતાના એકાઉન્ટમાં શેર કરી હતી.

ગીતાબેન રબારી ના ચાહકો તેમને ખૂબ પ્રેમ કરે છે આ જ કારણથી યુગાન્ડા અને કતારમાં રહેતા ભારતવાસીઓ તેમના લોક ડાયરામાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ સાથે આગળના સમયમાં ગીતાબેન રબારી અનેક દેશોમાં પોતાનો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે જેની જાહેરાત ગીતાબેન રબારી એ કરી હતી. ગીતાબેન રબારી જોકે પોતાના દરેક લોક ડાયરામાં સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના જોવા મળે છે પરંતુ યુગાન્ડા અને કથાના પ્રવાસમાં તે જીન્સ અને ટોપ માં જોવા મળ્યા હતા આ તસવીરોએ ચાહકોના દિલ જીતી લીધા હતા.

પરંતુ આ તસવીરોમાં ગીતાબેન રબારીના હાથમાં રહેલું પર દરેક લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પર્સ કોઈ સામાન્ય નહીં પરંતુ તેની કિંમત 6000 ડોલર એટલે કે પાંચ લાખથી પણ વધારે દર્શાવવામાં આવી હતી. આ પર્સ ની કિંમત જાણી તમામ લોકો વિચારમાં પડી ગયા હતા ગીતાબેન રબારી પોતાના ડાયરા સાથે-સાથે લાઇફ સ્ટાઇલને લીધે પણ અનેકવાર ચર્ચામાં રહે છે હાલમાં તો તેમના આ મોંઘા પર્સ એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *