જર્મની ભૂરીનું દિલ આવ્યું બિહારના એક યુવક પર ખૂબ જ ધામધૂમથી બંને લોકોએ બિહાર માં કર્યા લગ્ન આવી પ્રેમ કહાની તમે આજ સુધી નહીં સાંભળી હોય
આજે સમગ્ર ભારત માં લગ્નનો અનોખો માહોલ ચાલી રહ્યો છે દરેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે તેવામાં સોશિયલ મીડિયામાં અનેકવાર એવા લગ્ન આપણી સામે આવતા હોય છે. જેને જોઈને કે તેની વિશે સાંભળીને આપણે ઘણીવાર ચોકી જતા હોઈએ છીએ અથવા વિચારમાં પડી જતા હોઈએ છીએ કે આવું થવું પણ શક્ય હોઈ શકે છે થોડા સમય પહેલા જર્મનીની એક મહિલાએ બિહારના છોકરા સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.
જર્મનીમાં રહેતી આ મહિલાનું નામ લારીસા બેલ્ટ છે તેમને બિહારમાં રહેતા તેના પ્રેમી સાથે હિન્દુ રીતે રિવાજ અનુસાર લગ્નના સાત ફેરા ફરી તેમણે પોતાનો પતિ બનાવ્યો હતો. આ લગ્ન સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયા હતા. આ બંને લોકો જર્મનીના એક શહેરમાં એક સાથે જ નોકરી કરતા હતા ત્યાં જ બંને લોકોને એકબીજા સાથે નજર મળતા પ્રેમ થઈ ગયો હતો ત્યારબાદ યુવતી નાનપણથી જર્મની રહેતી હોવાથી તેમને હિન્દી આવડતી ન હતી. તેમ છતાં પણ તેમને ભારતમાં આવી હિન્દુ રીતિ રિવાજ અનુસાર તથા સંસ્કૃતના મંત્રોચ્ચાર સાથે લગ્નના ફેરા લીધા હતા.
લગ્નની તમામ ધાર્મિક વિધિઓમાં યુવતી તથા તેના સમગ્ર પરિવારે ભાગ લીધો હતો ત્યારબાદ જર્મન યુવતીએ પોતાની માંગમાં સિંદૂર પરી પોતાના પ્રેમ ને આગળ વધાર્યો હતો. આ લગ્નમાં બંનેના પરિવારજનોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો અને લગ્ન બાદ બંને લોકોએ વડીલોના આશીર્વાદ લઇ લગ્ન પૂર્ણ કર્યા હતા. આ યુવતી લગ્ન કરવા માટે ભારતના વિઝા લઈ ભારત આવી હતી અને યુવક સાથે પોતાનો પ્રેમ આગળ વધાર્યો હતો.
યુવકના પરિવારજન સાથે સાથે ગ્રામજનો પણ આ લગ્નમાં જોડાયા હતા. ત્યારબાદ બંને રાજગીરમાં ની એક હોટલમાં લગ્ન કર્યા હતા યુવતી કહી રહી છે કે અમારા બંનેની મુલાકાત 2019 માં થઈ હતી ત્યારબાદ અમે બંને લોકોએ ભારત આવવાનું નક્કી કર્યું હતું.
અહીંયા આવી મને ભારતની સંસ્કૃતિ ખૂબ જ પસંદ આવી છે મને ભારત અને જર્મન બંનેની સંસ્કૃતિમાં ઘણો તફાવત છે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. આ રીતે બંનેના લગ્ન પૂર્ણ થયા હતા.