આ તો ગજબ કહેવાય!! આ યુવતીએ ચણિયાચોળી પહેરી ચાલુ સાઇકલએ દોરડા કૂદ કર્યા, વિડીયો જોતા તમે પણ દંગ રહી જશો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજના સમયમાં સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા એવા વાયરલ વિડીયો આપણી સામે આવતા હોય છે કે જેને જોતાની સાથે જ આપણે થોડીવાર માટે દંગ રહી જતા હોઈએ છીએ. તો ઘણીવાર લોકો ગાડી અથવા અન્ય જોખમી જગ્યાએ સ્ટંટ કરી સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતા નજરે પડે છે. આવો જ એક વિડીયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી ચણીયા ચોળી પહેરી સાયકલ ચલાવતી જોવા મળે છે.

પરંતુ આ વીડિયોમાં યુવતીએ ચણિયાચોળી પહેરી સાયકલ ચલાવી એટલા માટે લોકો ને આશ્ચર્ય થયું આવું નથી પરંતુ વાત કઈક જુદી જ છે. જેનાથી લોકો ખૂબ જ નવાઈ પામ્યા હતા. આ વીડિયોમાં યુવતીએ માત્ર ચણિયાચોળી પહેરી સાયકલ ચલાવીને હતી પરંતુ સાયકલ માંથી દોરડું કાઢી પેડલ પર લગાવી તેણે ચાલુ સાયકલ એ દોરડા કૂદવાનું શરૂ કર્યું. આ દોરડાથી વખતે છોકરીના મુખ પર જે સ્માઈલ જોવા મળી હતી તે જોઈ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

આપણે જાણીએ છીએ કે ઘણીવાર સામાન્ય રીતે દોરડા કૂદવામાં પણ ખૂબ જ અઘરું પડતું હોય છે. પરંતુ આ યુવતી એ ચાલુ સાયકલ એ દોરડા કૂદી તમામ લોકોને દંગ કરી દીધા હતા.આ યુવતીએ સોશિયલ મીડિયા માં ઈન્સ્ટાગ્રામ પર iamsecretgirl023 નામથી એકાઉન્ટ બનાવ્યું છે. એકાઉન્ટના બાયો પરથી જાણવા મળી રહ્યું છે કે યુવતી ભોપાલની છે. અને તે એક ડાન્સ આર્ટિસ્ટ છે. આ છોકરી હાલમાં જ સાયકલમાં દોરડા કુદ સાથે નો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો.
આ યુવતીની કળાના લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા. આ સાથે તેના instagram માં 16 લાખ કરતાં વધારે ફોલોવર્સ છે. આ છોકરીનો કોઈ પ્રથમ વિડીયો નહીં પરંતુ આવી રીતે અવાર-નવાર અનેકવાર સાયકલ પર સ્ટંટ કરતી જોવા મળે છે.યુવતી ઘણીવાર રાજસ્થાની આઉટ ફીટમાં, ક્યારેક જાપાનીઝ તો ક્યારેક મરાઠી ડ્રેસમાં યુવતી સાયકલ ચલાવતી વખતે ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં કોમેન્ટ કરતા ઘણા લોકો યુવતીની સુરક્ષા બાબતે પણ ઘણા સવાલ ઊભા કર્યા હતા.