બાગેશ્વર ધામમાં મુલાકાત લેવા પહોંચી ગીતાબેન રબારી…સુરીલા અવાજમાં ભજનો ગાઈને સભામંડપ ડોલતું કરી દીધું – જુઓ વિડીયો
સમગ્ર દેશભરમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં અનેક પવિત્ર સ્થાન પર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. એવામાં કચ્છી કોયલ તરીકે જાણીતી ગુજરાતના કલાકાર ગીતાબેન રબારી એ ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર બાગેશ્વર ધામમાં હાજરી આપી હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહે છે તેમના ગુજરાતના અનેક શહેરોમાં દરબારો યોજાઈ હતા. જેમાં અનેક ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

પરંતુ હાલમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર ગુજરાતની કલાકાર ગીતાબેન રબારી બાગેશ્વર ગામમાં પોતાના સંગીતના સુરો રેલાવ્યા હતા. જેમાં અનેક ભક્તો ખૂબ જુમ્યા હતા. ગીતાબેન રબારી અનેક પ્રખ્યાત ભજનો ગાયને માહોલને ભક્તિમય બનાવી દીધો હતો તેના વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં લોકોએ ખૂબ સારી કમેન્ટ્સ કરીને પ્રતિસાદ આપ્યો હતો. ગીતાબેન રબારી પર નોટોનો વરસાદ થયો હતો ભક્તિમય વાતાવરણને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ખૂબ જ ખુશ થયા હતા.

તેઓ પણ તેમના ભક્તોની સાથે ખૂબ ઝૂમ્યા હતા ગીતાબેન રબારી ની સાથે સાથે તેમના પતિ પૃથ્વી રબારીએ પણ હાજરી આપી હતી. તેઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લઈને ખૂબ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગીતાબેન રબારી તથા પૃથ્વી રબારી ને આશીર્વાદ આપ્યા હતા.

ત્યારબાદ ગીતાબેન રબારી જણાવે છે કે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમને બાગેશ્વર આવવાનું આમંત્રણ આપ્યું હતું આ જ આમંત્રણનું માન રાખીને તેઓ બાગેશ્વર ધામ પહોંચ્યા હતા સંગીતના સૂરો સાંભળીને ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ આનંદ પામ્યા હતા ગીતાબેન રબારી ની સાથે સાથે કિર્તીદાન ગઢવીએ પણ હાજરી આપી હતી તેમને પણ પોતાના સંગીતના સુરો રેલાવીને તમામ ભક્તોને જુમાવ્યા હતા આ સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર તેમને બાર બાર દિન એ આયે ગીત ગાયને શુભકામનાઓ પાઠવી હતી.