ગીતાબેન રબારીએ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રાસ ગરબાની ધૂમ મચાવી, ગુજરાતી લોકો સાથે ભુરીયા પણ મન મૂકીને ગરબે રમ્યા જુઓ વાયરલ વિડિયો
હાલમાં વિદેશની ધરતી ઓસ્ટ્રેલિયામાં લોક ડાયરાને રાસ ગરબાની ધૂમ મચી ગઈ છે કારણ કે ગુજરાતના કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ઓસ્ટ્રેલિયાના અલગ અલગ શહેરોમાં કાર્યક્રમ કરી રહ્યા છે. 28 જૂન 2024 ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી સંસ્કૃતિનો રંગ જામ્યો હતો.કારણ કે “છોગાડા રે નવરાત્રી 2024” નામની એક ભવ્ય ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સિંગર ગીતાબેન રબારી એ તમામ લોકોને મોજ કરાવી હતી. આ કાર્યક્રમમાં ગીતાબેન રબારી દરેક ગુજરાતીઓને મન મૂકીને ગરબે રમાડ્યા હતા.

ગીતાબેન રબારીએ ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પોતાના અલગ અલગ ટ્રેન્ડિંગ ગુજરાતી ગીતોથી મોજ કરાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતના લોકોએ પણ ગીતાબેન રબારીને ખૂબ જ પ્રેમ સાથે અને સહકાર આપ્યો હતો તથા તેમનું ભવ્ય સ્વાગત સન્માન પણ જોવા મળ્યો હતો આજે પણ ગીતાબેન રબારી નો સુર વિદેશમાં રહેતા દરેક ગુજરાતીઓના દિલમાં વસી રહ્યો છે આ કારણથી જ ગીતાબેન રબારી આજે સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે તે ઓસ્ટ્રેલિયાની આ ઇવેન્ટ પરથી જોઈ શકાય છે.
વિદેશની ધરતી ઓસ્ટ્રેલિયામાં પણ ગીતાબેન રબારી ની બોલબાલા જોવા મળી હતી કારણ કે આ આ ઈવેન્ટમાં ખૂબ મોટી સંખ્યામાં માત્ર ભારતીય લોકોને પરંતુ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો પણ જોવા મળ્યા હતા. આ ઇવેન્ટ ની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે જેમાં ગીતાબેન રબારીના ચાહકો તરફથી કોમેન્ટ દ્વારા ખૂબ પ્રેમ જોવા મળ્યો હતો. લોકોએ કહ્યું હતું કે ખરેખર ગીતાબેન રબારી આજે વિદેશની ધરતીમાં દરેક ગુજરાતી સંગીત પહોંચાડી રહ્યા છે તે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે. આવનારા સમયમાં ગીતાબેન રબારી ઓસ્ટ્રેલિયાના જુદા જુદા શહેરોમાં અનેક કાર્યક્રમ લોક ડાયરા અને રાસ ગરબામાં હાજરી આપવા જઈ રહ્યા છે તે આપણા તમામ ગુજરાતી લોકો માટે ખૂબ જ ખાસ બની રહેશે.

હજુ ભારતમાં નવરાત્રીના દિવસોની ઘણીવાર છે ત્યારે વિદેશની ધરતીમાં ગીતાબેન રબારી ના આ કાર્યક્રમમાં નવરાત્રીનો તહેવાર હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે દરેક લોકો ગીતાબેન રબારીના ગીત પર મન મૂકીને ગરબે રમ્યા હતા. આજે ગીતાબેન રબારી દેશ-વિદેશના ખૂણે ખૂણે લોકસંગીત સંસ્કૃતિ અને તેમના સંસ્કારો પહોંચાડી રહ્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ વિદેશમાં કાર્યક્રમ હોવા છતાં પણ ગીતાબેન રબારી પોતાની સંસ્કૃતિના પહેરવેશમાં જોવા મળ્યા હતા. આટલી મોટી નામના હોવા છતાં પણ તેઓ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ વિદેશની ધરતીમાં પણ સાથે રાખે છે તે ખરેખર ખૂબ જ ગર્વની વાત છે.
આપણા ભારત દેશની પરંપરા ગીતાબેન રબારી એ આજે પણ સાચવી રાખી છે તે તેમના સંસ્કારો પરથી જોવા મળી રહ્યું છે હવે ટૂંક જ સમયમાં ગીતાબેન રબારી કેનેડા જર્મની અમેરિકા જેવા દેશમાં પણ લોક ડાયરા અને રાસ ગરબાની ધૂમ મચાવશે પરંતુ હાલમાં તો ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય લોકો ગીતાબેન રબારી ના કાર્યક્રમમાં મન મૂકીને ગરબે રમ્યા હતા તથા રાસ ગરબાની મજા માણી હતી. આ તમામ કાર્યક્રમની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે જેમાં તમામ લોકો તરફથી ખૂબ પ્રેમ જોવા મળ્યો હતો.