વાહ.. ભગવાન પ્રત્યે પ્રેમ તો જુઓ-અંબાણી પરિવારના ઘરે એન્ટિલિયામાં ભગવાનને કેરીનો ભવ્ય થાળ ધરાવ્યો જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના મુંબઈ ખાતે લગ્ન થવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલા અંબાણી પરિવાર એ ખૂબ જ શાનદાર અને ધમાકેદાર પ્રી વેડિંગ ફંકશનનું આયોજન કર્યું હતું. આ ફંકશનમાં બોલીવુડ હોલીવુડ અભિનેતા અભિનેત્રીઓ અને દેશ-વિદેશના બિઝનેસમેન સહિત 800 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા.


આ ફંકશનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઈટલી અને ફ્રાન્સ વચ્ચે ભવ્ય ક્રૂઝ પાર્ટીનું આયોજન દરિયાની વચ્ચે થયું હતું. આ ફંકશન પૂર્ણ કર્યા બાદ સમગ્ર અંબાણી પરિવાર પોતાના ઘર મુંબઈ એન્ટિલિયામાં પહોંચ્યો હતો.આ બાદ તમામ સભ્યો અનંત અંબાણીના લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા.


હવે ટૂંક જ સમયમાં અંબાણી પરિવારના ઘર આંગણે શરણાઈઓના નાદ ગુંજશે. પરંતુ આ માહોલ વચ્ચે અંબાણી પરિવારનો ભગવાન પ્રત્યે ભક્તિભાવ જોવા મળ્યો હતો જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે. તેઓ પોતાના દરેક કાર્ય પાછળ ભગવાન નો આભાર જરૂરથી માને છે.ત્યારે અંબાણી પરિવાર એ પોતાના ઘરના મંદિરમાં ભગવાનને ખૂબ જ ભવ્ય કેરીનો થાળ ધરાવ્યો હતો.

વાઈરલ થયેલી તસવીરોમાં આપ જોઈ શકો છો કે સમગ્ર ઘર ના મંદિરને કેરી થી શણગારવામાં આવ્યો છે. અને સમગ્ર અંબાણી પરિવારના સભ્યો ખૂબ જ ભાવથી ભગવાનને થાળ ધરાવે છે. આ નજારો તમામ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

ભગવાનને કેરીના થાળ દરમિયાન ખૂબ જ સુંદર વાઘા નો શણગાર કરવામાં આવ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકો અંબાણી પરિવારના ભગવાન પ્રત્યે ભક્તિ ભાવના ખૂબ જ વખાણ કર્યા હતા.
