અયોધ્યા રામ મંદિર જનારા લોકો માટે ખુશ ખબર, ભાડું 1000 રૂપિયા ઘટ્યું

દરેક ભારતવાસીઓ માટે હવે ટૂંક જ સમયમાં બીજી દિવાળી આવવા જઈ રહી છે. આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. જેમાં દેશ-વિદેશથી લોકો હાજરી આપવા આવી રહ્યા છે અને તેને ધ્યાનમાં લઈને અનેક સુવિધાઓનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

દેશની દિગ્ગજ એરલાઇન કંપની ઈન્ડિગો દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે જે સાંભળીને આપ પણ ખુશ થઈ જશો. કારણ કે, ફ્લાઇટનું ભાડું 1000 જેટલો સસ્તુ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને તમામ લોકો ફ્લાઈટનો લાભ લઈ શકે અને અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી શકે,

કંપની દ્વારા ફ્લાઇટના ભાડામાં ઘટાડાની જાહેરાત રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવના સમયે કરવામાં આવી છે. ત્યારે આ નિર્ણય લોકોને ખૂબ જ ગમ્યો છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જેમાં લોકો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. અયોધ્યા એરપોર્ટ પરથી ફ્લાઈટ સર્વિસ શરૂ કરનાર indigo પહેલી કંપની છે. સાથે સાથે ઇન્ડિગો કંપની એવી જાહેરાત કરી છે કે તમામ ચાર્જીસમાં પણ ઘટાડો કરવામાં આવશે.

તેની સાથે સાથે અમુક ચાર્જિસ તદ્દન બંધ કરી દેવામાં આવશે. જેથી કરીને સામાન્ય વર્ગનો માણસ પણ ફ્લાઈટમાં મુસાફરી કરી શકે. આગામી દિવસોમાં મુસાફરીના ભાડામાં હજાર રૂપિયા કરતા પણ વધારે નો ઘટાડો કરવામાં આવશે. અત્યાર સુધી ઈન્ડિગો અંતરના આધારે ટિકિટ પર ફુલ ઓર ચાર્જ વસૂલતી હતી. પરંતુ 500 કિલોમીટર સુધીના પેસેન્જરના ₹300 હતા.

આ ઉપરાંત 500 થી હજાર કિલોમીટરના માટે 400 હતા અને આ ઉપરાંત 1000 થી 1500 કિલોમીટર માટે સાડી 550 રૂપિયા હતા. ત્યારે આ તમામ ભાવને ઘટાડીને નવા ભાવ જાહેર કર્યા છે આ નિર્ણય લોકોને ખૂબ જ ગમ્યો હતો અને ઘણા લોકો કમેન્ટ બોક્સમાં કહી રહ્યા છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની કૃપાથી કંપનીની વધારે પ્રગતિ થશે અને તે ખૂબ જ આગળ વધશે. કારણ કે, આવા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમયે ઈન્ડીગો કંપનીએ દરેક લોકો માટે ખૂબ જ સારો નિર્ણય લીધો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *