અનંતના લગ્ન બાદની રિસેપ્શન પાર્ટીમાં ગોવિંદા, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ સાથે અન્ય ફિલ્મના દિગ્ગજો રહ્યા હાજર જુઓ ખાસ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નને લઈને મુંબઈ ઉત્સાહથી છવાઈ ગયું હતું.દેશ દુનિયામાં ચારે તરફ માત્ર અંબાણી પરિવારના લગ્નને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી માત્ર એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં પણ છેલ્લા ઘણા દિવસોથી માત્ર અંબાણી પરિવાર જ આગળ પડતો જોવા મળે આખરે તમામ લોકોની ઉત્સાહ અને આતુરતાનો અંત આવ્યો હતો.

જ્યારે 12 જુલાઈ 2024 ના પવિત્ર પાવન દિવસે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અમ્બાણી પરિવારના સગા સંબંધી બોલીવુડ સેલિબ્રિટીઓની ઉપસ્થિતિ અને હાજરીમાં અનંત અને રાધિકા જન્મોજનમના લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ દિવસ માત્રા અંબાણી પરિવાર માટે નહીં પરંતુ તમામ આમંત્રિત મહેમાન અને સગા સંબંધી મિત્ર સહિત લોકો માટે યાદગાર બની રહેશે જેને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં.

અંબાણી પરિવાર એ અનંત અને રાધિકાના લગ્ન બાદ નવદંપતીના આશીર્વાદ માટે પોતાના ઘર આંગણે ભવ્ય આશીર્વાદ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં તમામ સગા સંબંધી વડીલો અને સાધુ સંતોની હાજરીમાં નવદંપતીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા ત્યારબાદ 14 જુલાઈ 2024 ને રવિવારના દિવસે રિસેપ્શન પાર્ટી એટલે કે મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શુભ પ્રસંગના માહોલ વચ્ચે ફરીવાર બોલીવુડ સેલિબ્રિટીનો મેળો અંબાણી પરિવારના ઘર આંગણે જામ્યો હતો. એની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ સેલિબ્રિટીઓ ના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા તેમની તસવીરો પણ ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે.

આ મંગલ મહોત્સવમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગોવિંદા તરીકે જાણીતા ફિલ્મ અભિનેતાએ હાજરી આપી હતી જે સંપૂર્ણ ભારતીય પરંપરા ના પહેરવેશના જોવા મળ્યા હતા. આબાદ ટાઇગર શ્રોફ અને તેમના પિતા પણ મંગલ મહોત્સવમાં વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ટાઈગર શ્રોફ ના પિતા જેકી શ્રોફના હાથમાં છોડ જોવા મળ્યો હતો જેથી તમામ લોકોને ખૂબ જ નવાઈ લાગી હતી અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ મંતવ્ય લોકો દ્વારા જોવામાં આવ્યા હતા.

આબાદ ક્રિકેટ ક્ષેત્રમાં બોલર તરીકે ખૂબ સફળતા મેળવનાર કરણ શર્મા પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા.આ સાથે જ t20 વર્લ્ડ કપ 2024 માં ભારતની ટીમ તરફથી રમી રહેલા બોલર અર્ષદીપ સિંહ પણ અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી હાજર રહ્યા હતા. આ વર્ષે થયેલા ટી 20 વર્લ્ડ કપ 2024માં હર્ષદીપસિંહ પોતાની ધમાકેદાર બોલીને કરી ભારતની તમામ મેચમાં સફળતા અપાવી હતી અને આખરે પણ ફાઈનલી મેચમાં પોતાની બોલીંગ થી ભારતનું t20 વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર કર્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *