અંબાણી પરિવાર ના લગ્નમાં આવતા મહેમાનો માટે લાવવામાં આવી કરોડોની મીઠાઈ કિંમત જાણીને તમે પણ ચોકી જશો 


આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેનું પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું. તેની સાથે સાથે જામનગરમાં આવેલા નાના-મોટા ગામડાઓમાં પણ કાર્યક્રમો થયા હતા જેમાં સમગ્ર અંબાણી પરિવાર એ હાજરી આપી હતી તથા લોક ડાયરા અને જમણવાર જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ગ્રામ વાસીઓ હાજર રહ્યા હતા તથા આંબાની પરિવાર એ તમામ ગ્રામજનોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
એક માર્ચથી ત્રણ માર્ચ સુધી અનેક લગ્નના ફંકશન યોજવા જઈ રહ્યા છે જેમાં દેશ-વિદેશથી અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેવા જઈ રહ્યા છે 1 માર્ચથી જ અનેક મહેમાનોનું જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય અને રજવાડી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત જોઈને વિદેશી મહેમાનોએ પણ જામનગર વાસી તથા અંબાણી પરિવારના ખૂબ વખાણ કર્યા હતા. બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ની વાત કરીએ તો તેમાં સેફ અલી ખાન અજય દેવગન અમિતાભ બચ્ચન સિદ્ધાર્થ મલ્હોત્રા દિશા પટની જેવા અનેક લોકોએ હાજરી આપી હતી. તેમની સાથે સાથે ક્રિકેટરની દુનિયામાં એમ એસ ધોની રોહિત શર્મા ઇશાન કિશન ડીજે બ્રાવો જેવા દિગ્ગજ ક્રિકેટ સિતારાઓએ અંબાણી પરિવારના આ રજવાડી લગ્નમાં હાજરી આપી હતી.

તેમની સાથે સાથે અનેક વિદેશી મહેમાનો પણ જામનગરની ભૂમિમાં જોવા મળ્યા હતા તેમાં પ્રખ્યાત સિંગર શાહીના એ પણ આ લગ્નમાં હાજરી આપી હતી. તમામ આવેલા મહેમાનો માટે સાંજે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ત્રણ દિવસ અલગ અલગ ફૂડ પાર્ટીનું આયોજન કરવામાં આવશે તેમની સાથે સાથે અનેક પ્રિ વેડિંગ ફંક્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મહેમાનોને કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય તે માટે તમામ પ્રકારની અંબાણી પરિવાર દ્વારા સુવિધા કરવામાં આવી છે એરપોર્ટ થી લઇ ઉતારા સુધી તમામ મહેમાનો માટે ચા પાણી અને નાસ્તાની પણ સુવિધા કરવામાં આવી છે.
તેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં અંબાણી પરિવારના ચાહકોએ લાયક અને કોમેન્ટ નો વરસાદ વરસાવ્યો હતો. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એરપોર્ટ પર આપવામાં આવેલા નાસ્તામાં ઢોકળા સેવ સેન્ડવીચ સફરજન અને જ્યુસ જેવી વાનગીઓ રાખવામાં આવી છે તેમની સાથે સાથે તમામ ગુજરાતી થી માંડી પંજાબી સાઉથ ઇન્ડિયન ચીજ વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે તમામ વીઆઈપી રૂમ પણ રાખવામાં આવ્યા છે જે લાઈટ અને ફૂલ દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યા છે આ તમામ રૂમ લાઈટ અને ડેકોરેશન દ્વારા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે તેમની સાથે સાથે એમ્બ્યુલન્સ અને પોલીસ નો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

જેથી કરીને આગળના સમયમાં કોઈ પણ જાતની મહેમાનોને તકલીફના સર્જાય પ્રી વેડિંગ ફંક્શન માટે પેન્ટની પણ સુવિધા કરવામાં આવી છે આ ટેન્ટ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે આ ટેન્ટ ની અંદર ફાઇસટાર હોટલ કરતા પણ વધારે સુવિધા કરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકો છો કે સમગ્ર ટેન્ટ ને રંગબેરંગી પેન્ટથી સજાવામાં આવ્યો છે તેમની સાથે સાથે સોફા અને બેડની પણ ઉત્તમ સુવિધા કરવામાં આવી છે ઘણા લોકો કોમેન્ટમાં કહી રહ્યા છે કે આવા ફાઇસટાર હોટલના રૂમ પણ હોતા નથી તેવું અંબાણી પરિવાર ટેન્ટની અંદર સુવિધા આપી છે.

ખરેખર અમીરી હોય તો આવી હોવી જોઈએ તેવું ઘણા ચાહકો કરી રહ્યા છે તેમની સાથે સાથે વીઆઈપી મહેમાનો માટે ડ્રીંક અને વેલકમ સેરેમની પણ યોજવામાં આવી છે તમામ મહેમાનો માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને દેશ-વિદેશથી આવેલા મહેમાનો સુરક્ષિત રીતે આ લગ્નનો આનંદ માણી શકે.