ટેસલા ને ટક્કર આપવા જઈ રહ્યો છે ગુજરાતનો એક યુવાન જાણો કોણ છે આ યુવાન

આજે સૌ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે આ મોંઘવારીથી બચવા માટે અનેક લોકો પ્રયાસો કરી રહ્યા છે પરંતુ મોંઘવારી કોઈપણ રીતે દૂર નથી થઈ રહી તેની સાથે સાથે પેટ્રોલ ડીઝલના પણ ખૂબ જ ભાવ વધી રહ્યા છે ત્યારે લોકો પેટ્રોલ ડીઝલ થી બચવા માટે ઈલેક્ટ્રીક વાહનો તરફ આગળ વધી રહ્યા છે તથા તેને ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે ત્યારે એલોન મસ્ત ની ટેસલા ગાડીએ ઈલેક્ટ્રીક કારની દુનિયામાં ધૂમ મચાવી દીધી હતી. ત્યારે હવે ગુજરાતમાં પણ ઈલેક્ટ્રીક કાર બનાવવામાં આવશે મૂળ બોરસદના એક પટેલ બિઝનેસમેન અમેરિકાની કંપની સાથે વાતચીત કરી ઈલેક્ટ્રીક કારનું નિર્માણ કરશે જે અનેક લોકોને ખૂબ જ ઉપયોગી બની શકે છે.

બોરસદના બિઝનેસમેન હિમાંશુ પટેલ યુએસ ની કંપની ટાઇટન સાથે મળીને ગુજરાતમાં ઈલેક્ટ્રીક કાર બનાવવાનું સપનું સાકાર કરશે ગુજરાત સરકાર સાથે ચાર એપ્રિલના રોજ કરાર કરવામાં આવશે ત્યારબાદ હિમાંશુ પટેલ મીડિયા સાથે વાતચીત કરતા જણાવે છે કે અમે ગુજરાતમાં 600 એકરથી વધુ વિસ્તારમાં ત્રણ મિલિયન ચોરસ ફૂટનો અત્યંત આધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવ્યો છે. જેથી કરીને ઇલેક્ટ્રીક કાર બનાવવામાં કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય અને સારી રીતે ઈલેક્ટ્રિક કારનું નિર્માણ થઈ શકે આવનારા સમયમાં ગુજરાતે ઈલેક્ટ્રીક કાર માટેનું એક મહત્વનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. તેની માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ આ કાર્યને સફળ બનાવવા માટે અમેરિકાની titan કંપની પણ અમને ખૂબ જ મદદ કરશે તેની સાથે સાથે ગુજરાત સરકારનો પણ અમને ખૂબ જ સહકાર મળી રહ્યો છે.

જેથી કરીને અમે આગળ વધવા જઈ રહ્યા છીએ હિમાંશુ પટેલ મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે ગુજરાત આવ્યો ત્યારે તેની મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે થઈ હતી તેની સાથે અમે ઘણી વાતચીત કરી ત્યારબાદ ગુજરાતમાં ઈલેક્ટ્રિક કારના મેન્યુફેક્ચરિંગ વિશે પણ વાત કરવામાં આવી હતી ત્યારે ભુપેન્દ્ર પટેલ આ વિશે તેમની પૂરી તૈયારી બતાવી હતી. તેઓ પણ આ કાર્ય માટે ખૂબ જ ઉત્સાહિત છે તેની સાથે સાથે અમે આગળના સમયમાં ઈલેક્ટ્રીક કારની સાથે સાથે ઈલેક્ટ્રીક ટ્રક પણ બનાવવા જઈ રહ્યા છીએ. જેથી કરીને કોઈપણ વસ્તુની મુસાફરીમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડી ઇલેક્ટ્રીક ટ્રક ખૂબ જ મદદ થઈ શકે હિમાંશુ પટેલ જણાવે છે કે ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનની સાથે સાથે અમે ઈલેક્ટ્રીક વાહનોનું નેટવર્ક પણ સ્થાપિત કરીશું તેમની સાથે સાથે બેટરી ઉત્પાદકો ઓટો પાર્ટ્સ ઉત્પાદકો ચાર્જિંગ સ્ટેશન અથવા તો સાથે સાથે અન્ય તમામ સુવિધાઓ પણ કરવા જઈ રહ્યા છીએ.

જેથી કરીને ઈલેક્ટ્રીક કારનો ઉપયોગ કરતા વ્યક્તિઓને કોઈપણ જાતની અવ્યવસ્થા ના સર્જાય અને તેઓ ખૂબ જ સારી રીતે ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરી શકે હાલમાં તો અમે આ કાર્યને સફળ બનાવવા માટે પૂરેપૂરી તૈયારીઓ કરી રહ્યા છીએ હિમાંશુ પટેલ બોરસદના વતની છે તેવો દોઢ દાયકાથી યુએસમાં ઇલેક્ટ્રીકસ અને ઇલેક્ટ્રીક વ્હીકલ સેક્ટર સાથે સંકળાયેલા હતા ત્યારબાદ તેમણે ગુજરાતમાં ઈલેક્ટ્રીક કાર બનાવવાનો નિર્ણય કર્યો હતો તેથી જ તેણે એટલે અમેરિકાની કંપની સાથે વાતચીત કરી ગુજરાતમાં ઈલેક્ટ્રીક કાર બનાવવાનું સપનું સાકાર કર્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *