ગુજરાતની ખુબસુરત ગાયિકા કિંજલ દવેએ અમેરિકાના આ સુંદર રાજ્યની લીધી મુલાકાત, જુઓ કિંજલ દવેની આકર્ષક તસવીરો
આપ સૌ લોકો જાણો છો કે ગુજરાતની ગાયિકા કિંજલ દવે હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે. તેમણે અમેરિકામાં આવેલા યુટાહ રાજ્યની મુલાકાત લીધી હતી.જ્યાં કિંજલ દવે સુંદર ફોટો શૂટ કરાવ્યું હતું. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ કિંજલ દવેના ચાહકો એ લાઈકનો વરસાદ વરસાવી દીધો હતો. આપને આજે અમેરિકામાં આવેલા યુટાહ રાજ્ય વિશે થોડી માહિતી આપવા જઈ રહ્યા છીએ.
યુટાહ એ યુનાઇટેડ સ્ટેટ્સના મેઇનલેન્ડના મધ્ય પશ્ચિમ ભાગમાં સ્થિત એક સુંદર અને આકર્ષક રાજ્ય છે.જેનો નજારો જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે હાલમાં કિંજલ દવે પણ આ નજારા નો આનંદ માણ્યો હતો.4 જાન્યુઆરી, 1896ના રોજ અમેરિકન યુનિયનમાં જોડાનાર તે 45મું રાજ્ય હતું. તે વિસ્તારની દૃષ્ટિએ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેરમું સૌથી મોટું રાજ્ય છે, વસ્તીની દૃષ્ટિએ તેત્રીસમું સૌથી મોટું રાજ્ય છે.
વસ્તીની ગીચતાની દૃષ્ટિએ દસમું સૌથી ઓછું ગીચ રાજ્ય છે. ઉટાહનું ક્ષેત્રફળ 2,19,887 ચોરસ કિમી છે અને કુલ વસ્તી આશરે 2.9 મિલિયન છે, જેમાંથી આશરે 80% લોકો સોલ્ટ લેક સિટી પર કેન્દ્રિત વાસેચ ફ્રન્ટની આસપાસ રહે છે.
રાજ્ય પરિવહન , શિક્ષણ , માહિતી ટેકનોલોજી અને સંશોધન, સરકારી સેવાઓ અને ખાણકામ માટેનું કેન્દ્ર છે ; અને આઉટડોર મનોરંજન માટેનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. યુનાઇટેડ સ્ટેટ્સ સેન્સસ બ્યુરોએ 2013 માં અનુમાન લગાવ્યું હતું કે યુટાહની વસ્તી યુનાઇટેડ સ્ટેટ્સમાં બીજા નંબરની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી છે.
કિંજલ દવે અમેરિકાના આ સુંદર રાજ્યની મુલાકાત લીધી હતી આ તસ્વીરને અત્યાર સુધી બે લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે તમામ લોકોએ કિંજલ દવેની સુંદરતાના મન ભરીને વખાણ કર્યા હતા.