|

ગુજરાત titans ના કેપ્ટન શુભમન ગીલ IPLના માહોલ વચ્ચે ગુજરાતમાં આવેલ ભવ્ય જૈન તીર્થ સ્થાનમાં પહોંચી મહાપૂજા નો લાભ લીધો,ગીલ નો પહેરવેશ જોઇ લોકોએ સાદગીના વખાણ કર્યા જુઓ વાયરલ તસવીરો

ભારતીય ટીમના યુવા ખેલાડી તરીકે જાણીતા શુભમનગીલ આજે દરેક લોકોના લોકપ્રિય ખેલાડી બની ચૂક્યા છે. સુભમન ગીલ આઈપીએલ ની ટીમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે પોતાની ટીમમાં કેપ્ટનસી કરી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સ આ વર્ષે પોતાના નવા કેપ્ટન નીચે રમી રહી છે પરંતુ ગુજરાત ટાઇટન્સ ની ટીમ દર વર્ષ કરતાં આ વર્ષે કઈ ખાસ પ્રદર્શન કરી રહી નથી. પરંતુ સુભમન ગીલ આવનારા સમય માટે સારા કેપ્ટન તરીકે લોકો વચ્ચે પસંદગી પામ્યા છે. આ માહોલ વચ્ચે શુભ મન ની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે શુભ મન ગીલ ગુજરાતમાં આવેલ ભોયણી જૈન તીર્થ મંદિરના દર્શન માટે પહોંચ્યો હતો. આ સાથે શુભમન ગીલ એ ધોતી ચાદર પહેરી મહાપૂજા નો લાભ લીધો હતો. આટલા મોટા ખેલાડી હોવા છતાં પણ તે પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલો રહે છે. આ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો આ સાથે તેને મંદિરના ખૂબ જ વખાણ કર્યા હતા.

ગુજરાતમાં આવેલ આ જૈન તીર્થ મંદિર સાથે અનેક ભક્તોની શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા જોડાયેલી છે ગુજરાતમાં આ પ્રસિદ્ધ મંદિર તરીકે ઓળખાય છે જ્યાં દરરોજ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ જૈન તીર્થ મંદિર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કડી નજીક આવેલ દેત્રોજ તાલુકાના ભોયણી ગામ એ આવેલું છે. આ પવિત્ર જૈન મંદિરમાં શુભમન દર્શન માટે પધાર્યા હતા.

આ સાથે સાથે આવનારા t20 વર્લ્ડ કપની જીત માટે પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં અનેક જૈન તીર્થ સ્થાનો આવેલા છે જ્યાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં બનાવ્યું છે સાથે સાથે આ મંદિરમાં અનેક જૂની વાર્તાઓ અને વારસાઓ જોડાયેલા છે. હાલમાં તો શુભ મન ની આ જૈન તીર્થ મંદિર સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *