| |

લંડનમાં વાગશે ગુજરાતનો ડંકો!! વડોદરાની દીકરી સાયકલ લઈને વડોદરા થી લંડન 15000 કિલોમીટરનું અંતર કાપી વિશ્વ રેકોર્ડ બનાવશે 17 દેશોની લેશે મુલાકાત

આજના સમયમાં ભારત દેશમાં યુવાનો સાથે યુવતીઓ પણ દરેક ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરે છે. ત્યારે તાજેતરમાં વડોદરા ની એક દીકરી નિશા કુમારીએ વડોદરા થી લંડન સાયકલ ચલાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો વિચાર કર્યો છે.

આ સાઇકલ ચલાવી તે 15 હજાર કિલોમીટરનું અંતર કાપી કુલ ૧૭ દેશોની મુલાકાત લેશે તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રસ્તામાં આવતા તમામ દેશમાં તે લોકો ને વૈશ્વિક આબોહવા પરિવર્તનના મુદ્દા પર લોકોને જાગૃત કરશે. માત્ર એટલું જ નહીં પરંતુ અલગ અલગ દેશમાં સ્થાનિક સમુદાય સાથે મળી શાળા કોલેજ સામાજિક સંસ્થા સાથે મુલાકાત કરી આ વિષય પર ચર્ચા કરશે.

હાલના સમયમાં આબોહવા પરિવર્તનના વધતા જોખમો માટે તે અનેક દેશ સાથે મળી આ સમસ્યા અંગે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. આ વધતા જોખમ નો કેવી રીતે સામનો કરી શકાય તેના અલગ અલગ વિચારો લોકો સમક્ષ પ્રસ્તુત કરી તેનું સમાધાન કરશે. આ યુવતી પર્યાવરણ પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવે છે અને તેમનું રક્ષણ કરવા માટે હંમેશા સક્ષમ રહે છે.

આ યુવતી પાસેથી હજારો લોકોએ પ્રેરણા લઈ પોતાના જીવનમાં પર્યાવરણ નું રક્ષણ કરવા માટેના શપથ લીધા છે. આ યુવતી એ ભારતના અનેક શહેરોમાં લોકોને આબોહવા પરિવર્તન અંગે વિશેની માહિતી પ્રદાન કરી છે અને તેમની સામે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કર્યા છે હવે આ યુવતી ટૂંક સમયમાં પોતાના આત્મવિશ્વાસ સાથે વિદેશની ધરતીમાં પણ આ સેવા કાર્ય કરવા જઈ રહી છે.

ખરેખર આ યુવતી આજના સમયમાં અનેક લોકો માટે પ્રેરણા રૂપ સાબિત થઈ છે. તે વિદેશના લોકોને વધતા જતા આબોહવા પરિવર્તનમાં થતા નુકસાન માટે સાવચેત કરશે અને પોતાના જીવનમાં પણ અનોખું પરિવર્તન લાવવાના પૂરતા પ્રયાસો કરશે. આ લડતમાં માત્ર વડોદરા વાસી નહીં પરંતુ ગુજરાતના લોકો સાથે સાથે ભારતીય લોકોએ પણ સમર્થન આપ્યું હતું તમામ લોકોએ આ યુવતીને પૂરતો સાથ સહકાર અને પ્રેમ આપી તેમના લક્ષ્ય માટે શુભકામના પાઠવી હતી. આપણે સૌ લોકો આશા રાખીએ છીએ કે તેમનું આ સ્વપ્ન જલ્દીથી સાકાર થાય અને તે જીવનમાં ખૂબ આગળ વધી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સમગ્ર ભારત દેશને દુનિયામાં ગર્વ અપાવે.

આપણે પણ આજના સમયમાં નાના નાના પ્રયાસો કરી આ યુવતીને મદદ કરી શકીએ છીએ જેમ કે રોજિંદા જીવનમાં વીજળીનો બચાવ કરીએ, મુસાફરીના વાહનમાં ઘટાડો કરી અને વૃક્ષોનો વધારો કરી વધતી જતી સમસ્યા સામે લડવાનો પ્રયત્ન કરીએ. આપણે સૌ લોકોએ એકબીજા સાથે મળી પર્યાવરણની રક્ષા કરી આ યુવતીને આપણા થકી મદદ કરી તેને આગળ વધારીએ. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ યુવતીના વિચારના મન ભરીને વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *