અમેરિકામાં રહેતો ગુજરાતી પરિવાર આજે જીવે છે રાજા મહારાજા કરતા વિશેષ જીવન ગાડી બંગલા નો તો કોઈ પાર નથી જાણો કોણ છે આ પરિવાર
આજે વિશ્વના તમામ દેશોમાં ગુજરાતી પરિવારનો દબદબો રહેલો છે. આવો જ એક ગુજરાતી પરિવાર અમેરિકા ફ્લોરીડામાં રાજા મહારાજા કરતા પણ વિશેષ પોતાનું જીવન વિતાવે છે. આજના સમયમાં ગુજરાતી લોકો ગુજરાતમાં રહીને તો પ્રગતિ કરે જ છે પરંતુ વિશ્વના દેશોમાં પણ તમામ સફળતાને પ્રાપ્ત કરે છે. આ પરિવાર નો વ્યવસાય ડોક્ટર છે. પરંતુ તેણે ધંધામાં ખૂબ પ્રગતિ કરી આજે અઢળક સંપત્તિ ઊભી કરી છે અમેરિકામાં તેમની પાસે મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતા પણ મોંઘુ અને મોટું ઘર છે. આ કારણથી કહી શકાય કે ગુજરાતીઓના લોહીમાં ધંધો સમાયેલો છે જેનાથી પ્રગતિ કરી તે આલીશાન જિંદગી વિતાવી શકે છે.
ગુજરાતના ગુજરાતી પરિવારમાંથી આવતા ડોક્ટર કિરણ પટેલ અને ડોક્ટર પલ્લવી પટેલ નો જન્મ આફ્રિકાના જાંબીયા માં થયો હતો. પરંતુ તેઓ છેલ્લા ઘણા વર્ષથી અમેરિકામાં વસવાટ કરે છે. પોતાની અથાગ મહેનત અને સંઘર્ષથી પોતાના ધંધામાં ખૂબ સફળ થયા છે માત્ર એટલું જ નહીં પરંતુ ધંધાની આવકનો મોટેભાગનો હિસ્સો ભારતમાં દાન કરે છે.આ કારણથી જ આ દંપત્તિને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.કેમ કે આજના ઘણા લોકો વિદેશમાં રહી પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિને ભૂલી જાય છે પરંતુ આ દંપતિ અમેરિકામાં હોવા છતાં પણ ભારતમાં પોતાની આવકનો અમુક ભાગ સેવા કાર્ય પાછળ દાન કરે છે.
આ મુખ્ય કારણ છે કે ગુજરાતીઓ આજે દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવે છે તથા દેશ-વિદેશમાં પોતાનો ડંકો વગાડી દીધો છે. આ ગુજરાતી પરિવાર નું ઘર કેરોલવૂડ વિસ્તારમાં આવેલા વ્હાઇટ ટ્રાઉટ લેકની નજીક 17 એકર જમીન પર આવેલું છે.35000 સ્ક્વેયર ફૂટમાં પથરાયેલ આલિશાન મકાનની ડિઝાઇન ભારતના કેટલાંક મહેલો પરથી બનાવવમાં આવી છે. આ પરથી કહી શકાય કે આ ગુજરાતી પરિવાર પોતાની સંસ્કૃતિ અને કલા સ્થાપત્યને પણ ભૂલ્યો નથી અને તેમના ઘરની ડિઝાઇનમાં ખૂબ જ બારીકાઈ થી કોતરણી કરવામાં આવી છે.
આ ઘર અમેરિકામાં સૌથી મોટું ઘર માનવામાં આવે છે.અને તે આપણા ગુજરાતી પરિવારનું છે આ વાત આપણા સૌ માટે ખૂબ જ ગર્વ ની છે.અમેરિકા તેમનું વિશાળ આલીશાન બંગલો છે. જેમાં મુખ્ય બિલ્ડિંગમાં 8400 ફૂટના બે વિશાળ વિંગ છે. જેમાં આ પતિ પત્ની એક સાથે સંપીને રહે છે.
જ્યારે બીજી વિંગ માં તેમના દીકરા દીકરી માટે ઘર બનાવવામાં આવ્યું છે.દીકરો પોતાના પરિવાર સાથે જ રહે છે.આ ગુજરાતી પરિવાર તેમની દીકરી ને ખૂબ જ પ્રેમ કરે છે.તેથી તેમની બે દીકરીઓ માટે 7000 સ્ક્વેયર ફૂટના ઘર તૈયાર કરવામાં આવેલ છે તે સિવાય અહીંયા મંદિર, મિનિ થિયેટર, ત્રણ ગેસ્ટ હાઉસ, 12 કાર માટેનું ગેરેજ, સ્ટાફ હાઉસ અને કોમન મેઇન્ટેનેન્સ બિલ્ડિંગ પણ તૈયાર કરવાનાં આવેલું છે.આ ઘર માં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
અમેરિકામાં રહેતા આ ગુજરાતી દપંતી એ પ્રેમ લગ્ન કર્યા છે.અને હાલમાં પોતાના નિવૃત્ત જીવનનો આનંદ પોતાના પરિવાર સાથે માણી રહ્યા છે.આ પરિવાર પંદર સભ્યો નો છે.છતાં પણ એક જ રસોડે રસોઈ બનાવી ને એક સાથે ભોજન નો આનંદ માણે છે.ખરેખર આટલા સફળ થયા બાદ પણ પરિવાર પ્રત્યે આટલો પ્રેમ હોવો ખૂબ જ સારી વાત છે.
આજે આ પરિવાર હોટેલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ ના કાર્ય સાથે જોડાયેલ છે.જેમાં તેઓએ ખૂબ મહેનત કરી આજે તેઓ સફળ બન્યા છે.અને પોતાની આલીશાન જીંદગી પરિવાર સાથે વિતાવી રહ્યા છે.6000 કરોડ રૂપિયા ટર્ન ઓવર કરી દીધું. અને ત્યારબાદ એજ કંપની 1300 કરોડમાં વેચી નાખી અને બસ પછી તેમણે હોટેલના બિઝનેસમાં આગળ વધ્યા અને સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી અમેરિકા જેવા દેશ માં પ્રગતિ કરી.આજે પણ તેઓ ભારત ને ક્યારેય ભૂલ્યા નથી.અને હંમેશા પોતાના વતન સાથે જોડાયેલા રહે છે.