અંબાણી પરિવારની રિસેપ્શન પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગર રહી હાજર, સુંદરતામાં બોલીવુડની અભિનેત્રીને પણ આપે છે ટક્કર સોશિયલ મીડિયામાં ખાસ તસવીરો થઈ વાયરલ
ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગર ને આજે કોઈ ભાગ્યે જ નહીં ઓળખતું હોય એવું બનતું હશે. આ અભિનેત્રી આજે માત્ર ગુજરાત ભારતમાં અને પરંતુ સમગ્ર દેશ દુનિયામાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતે છે. ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે પોતાના જીવનમાં અનેક સંઘર્ષ કરી આજે ફિલ્મની દુનિયામાં પોતાની એક કલાક ઓળખ અને નામના ઉભી કરી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને એક અલગ જ દિશા બતાવી છે આ અભિનેત્રીએ અત્યાર સુધી હેલ્લરો,મચ્છુ,પપ્પા તમને નહીં સમજાય, લવની લવ સ્ટોરી જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. શ્રદ્ધા ડાંગર નો જન્મ 15 ઓક્ટોબર 1994 ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં થયો હતો. અભિનેત્રીને પોતાની સુપરહિટ ફિલ્મ માટે અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે અને સમગ્ર ગુજરાતની વિશ્વ લેવલે ગર્વ અપાવ્યું છે.
અભિનેત્રી હાલમાં જ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પ્રસંગ અને રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી આ ખાસ પ્રસંગ નિમિત્તે અભિનેત્રીએ પોતાનો આઉટફીટ આકર્ષક અંદાજમાં તૈયાર કરી તેમને પસંદ કર્યો હતો.આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અભિનેત્રીએ શેર કરતા ની સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં તેમના ચાહકોએ લાયક અને કોમેન્ટ કરી છે. અભિનેત્રી હંમેશા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જોડાયેલી રહે છે દરેક ફિલ્મની સફળતા પાછળ લોકો તેમને ખૂબ પ્રેમ સાથ અને સહકાર આપતા હોય છે.
આ લગ્નના માહોલમાં અંબાણી પરિવાર તરફથી તમામ બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહીત દેશ વિદેશના બિઝનેસમેન અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અભિનેત્રી અને ગુજરાતી કલાકાર સિંગર લોક સાહિત્યકારને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી ફિલ્મની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા ડાંગર નો પણ સમાવેશ થાય છે. આ રિસેપ્શન પાર્ટીમાં અભિનેત્રીએ તમામ લોકો સાથે મુલાકાત કરી હતી તથા એક સાથે ભોજનનો પણ આનંદ માણી હતો. માત્ર એટલું જ નહીં પરંતુ લગ્નના માહોલની તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે.
એક ગુજરાતી અભિનેત્રી તરીકે દુનિયાના સૌથી અમીર પરિવારના ફંકશનમાં આમંત્રણ મળવો ખૂબ જ ગર્વની વાત છે પરંતુ તેમના સંઘર્ષ અને મહેનત થકી આજે માત્ર ફિલ્મ ક્ષેત્રમાં નહીં પરંતુ અભિનયની દુનિયામાં પણ પોતે ખૂબ આગળ વધી આજે એક અલગ ઓળખ લોકો વચ્ચે ઊભી કરી છે. શ્રદ્ધા ડાંગર હંમેશા પોતાની સાદગી અને સંસ્કારો સાથે જોડાયેલી રહે છે અંબાણી પરિવારના રિસેપ્શન પાર્ટીમાં પણ તેમની સાદગી અને સભ્યતા ખૂબ જ સ્પષ્ટપણે જોવા મળી હતી હાલમાં તો આ તસવીરો ચાહકો વચ્ચે ચર્ચા નો વિષય બની છે અને 10,000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી હતી કોમેન્ટ ના માધ્યમ દ્વારા તમામ લોકોએ શ્રદ્ધા ડાંગરના અભિનય અને તેની સાદગીના મન ભરીને વખાણ કર્યા હતા. આ સાથે જ આગળની ફિલ્મ માટે ચાહકોએ પોતાની આતુરતાને ઉત્સાહ વ્યક્ત કરી હતી.