ગુજરાતી લોકસાહિત્યકાર રાજભા ગઢવીના દાદાનું થયું દુઃખદ નિધન સોશિયલ મીડિયામાં તસવીર શેર કરી જણાવી વાત
ગુજરાતી લોક સાહિત્યકાર રાજભા ગઢવી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રાજભા ગઢવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ચાર જુલાઈ 2024 ના રોજ એક તસવીર શેર કરી હતી જેમાં રાજભા ગઢવીના દાદા ના નિધનના સમાચાર શેર કર્યા હતા. આ વાત સાંભળી તેમના ચાહકોમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી.તમામ લોકોએ આ તસવીરોમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે ગુજરાતના અનેક કલાકારોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. Instagram અને ફેસબુકના માધ્યમથી રાજભા ગઢવીએ આ તસવીરો શેર કરી હતી.
જેના કેપ્શન માં લખ્યું હતું કે મિસ યુ દાદા, ૐ શાંતિ” આ સમાચાર સાંભળી ચારેકોર શોક નો માહોલ જોવા મળ્યો હતો અને પરિવાર જન પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. રાજભા ગઢવી આજે લોકસાહિત્ય અને માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજાગર કર્યું છે આ કારણથી ભારતીય સંસ્કૃતિ સંસ્કારો અને લોકસાહિત્ય દિવસેને દિવસે ખૂબ જ આગળ વધી રહ્યું છે તેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પોતાનો અગ્રિમ ફાળો સમગ્ર ગુજરાતવાસીઓ માટે આપ્યો છે થોડા સમય પહેલા તેમને ગીર જંગલની મુલાકાત લીધી હતી. રાજભા ગઢવી ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા ને ખૂબ સારી રીતે જાળવી રાખી છે પરંતુ આ સમાચારથી રાજભા ગઢવી ખુબ જ દુઃખી થયા હતા. આ સાથે સમગ્ર લોક સાહિત્ય ક્ષેત્રમાં દુઃખનો માહોલ છવાયો હતો.
રાજભા ગઢવી ના ખુબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને દરેક લોક ડાયરામાં સાથ સહકાર અને પ્રેમ આપે છે. એવો પોતાની લોકસાહિત્યની વાતો કરી દરેક લોકોને પ્રેરિત કરે છે અને રાષ્ટ્રપ્રેમ ની ફરજ અને ભાવના દરેક લોકોમાં જાગૃત થાય તેવા તેમના પ્રયત્નો હોય છે માત્ર એટલું જ નહીં પરંતુ રાજભા ગઢવીના અનેક સપાખરા અને ગીતો લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે જેમાં ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મોગલ તારું ધાર્યું જગમાં થતું આવા અનેક ગીતો લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે.
રાજભા ગઢવી પોતાના દાદાને ખૂબ જ પ્રેમ કરતા હતા તથા તેમના સંસ્કારો માર્ગદર્શન અને પ્રેરણા થકી જ લોકસાહિત્યની દુનિયામાં આજે સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે. દરેક દુનિયાના બાળકોને તેમના દાદા ખૂબ જ પ્રિય હોય છે કારણ કે દાદા નુ સ્થાન દુનિયામાં કોઈ પણ વ્યક્તિ લઈ શકતું નથી બાળપણથી જ દાદાની આંગળી પકડી આપણે જીવન જીવતા શીખતા હોઈએ છીએ તેમની વાર્તા તેમની વાતો આપણને જીવનમાં સતત માર્ગદર્શન અને હિંમત પુરી પાડે છે. દાદા પોતાના પૌત્રને પપ્પા કરતાં પણ વિશેષ અને વિશાળ પ્રેમ કરે છે. આપણે પણ રાજભા ગઢવી અને તેમના પરિવારજનો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને ભગવાન પરમ કૃપાળ ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને રાજભા ગઢવી અને તેમના પરિવારને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે બસ એ જ હૃદય પૂર્વક પ્રાર્થના કરીએ છીએ.