ગુજરાતી પોપ સિંગર ગીતા બા ઝાલા અનિરુદ્ધ આહિર સાથે લાવશે નવું ગીત કોયલ રાણી હનીસિંગ અને મિકા સિંગ સાથે પણ કર્યું છે કામ

આજના સમયમાં ગુજરાતી લોકસંગીત તથા તેની સંસ્કૃતિ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે અને અનેક લોકોને ગુજરાતી સંસ્કૃતિના ગીતો ખૂબ જ પસંદ આવી રહ્યા છે તેમાં ગુજરાતના અનેક કલાકારો તથા સિંગરોનો બહુ મોટો ફાળો રહ્યો છે. હાલમાં જ પોપ સિંગર ગીતા બા ઝાલા નું નવું ગીત કોયલ રાણી રિલીઝ થવા જઈ રહ્યું છે જેમાં અનિરુદ્ધ આહિરે પણ સાથ આપ્યો છે લોકો આ ગીતને સાંભળવા માટે ખૂબ જ આતુર છે. ગીતાબા ઝાલાએ ગુજરાતી લોકસંગીતને એક નવી ઊંચાઈ આપી છે તે અવારનવાર અનેક લોકસંગીતો પોતાના સૂરોથી ગાય તમામ ચાહકોને ખુશ કરે છે.

ગીતા બા ઝાલાએ ગાયેલા પટોળુ દિલ જેવા ગીતો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. આ ગીત અર્બન પોપ સાઉન્ડ અને આકર્ષક મૂળ લુક હુકલાઈન સાથેની રચનાથી બનાવવામાં આવ્યું છે. આ ગીતને ખૂબ જ વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યું છે જેથી તમામ લોકોને ખૂબ જ પસંદ આવશે તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગીતાબા ઝાલા નો સૂર દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે તથા તેના સુર સાંભળતાની સાથે જ કાને એક અલગ પ્રકારનો પડઘો પડે છે.

ગીતા બા ઝાલા એ બોલિવૂડના લોકપ્રિય સિંગર મિકા સિંહ સાથે પણ કામ કર્યું છે. આટલું જ નહીં પરંતુ હની સિંગ અને અતિપ સલામ સાથે પણ એમણે પોતાનો સુર રે લાવ્યો છે. ગીતા બા ઝાલાએ પોતાના સુર થી સમગ્ર વિશ્વને ગર્વ અપાવ્યું છે. તેમને 2023 માં યોજાયેલી વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા વર્સીસ ઇન્ડિયા ની મેચમાં રાષ્ટ્રગીત ગાવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ સાથે જ તેમની સાથે કામ કરી રહેલા અનિરુદ્ધ આહીર એ પણ અનેક લોકસંગીતની ભેટ આપી છે.

અનિરુદ્ધ આહીર એ પણ સમગ્ર વિશ્વમાં લોકસંગીતનો ડંકો વગાડ્યો છે તથા હા બાઈ અને સોનલ આઈના અનેક સંગીતો ગાયા છે. આ તમામ ગીતોને 15 મિલિયન થી પણ વધારે વખત જોવામાં આવ્યા છે. અનિરુદ્ધ આહિરે ખૂબ જ ઓછા સમયમાં ગુજરાતી લોકસંગીતને વિશ્વસ્તરે લઈ જવામાં સફળતા મેળવે છે. અનિરુદ્ધ આહિરનો સુર દરેક લોકોને સાંભળવા માટે મજબૂર કરી દે છે હવે જોવાનું એ રહ્યું કે આ બંનેની જોડી સાથે આવી રહેલું સોંગ ગુજરાતી લોકસંગીતમાં કેટલું ધૂમ મચાવી શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *