ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીની બ્લેક આઉટ ફીટમાં આકર્ષક તસવીર આવી સામે પોઝ તો એવા આપ્યા કે લોકો જોતા જ રહી ગયા
ભૂમિ ત્રિવેદી હિન્દી અને ગુજરાતી ફિલ્મના ગીતો માટે ખૂબ જ પ્રખ્યાત બની છે. રામલીલા ફિલ્મમાં રામ ચાહે લીલા ચાહે ગીત ભૂમિ ત્રિવેદીએ ગાયેલું છે જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.ગાયિકા એ પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરી આજે સંગીત ક્ષેત્રે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે. આ કારણથી તેમને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભૂમિ ત્રિવેદીનો જન્મ 23 ઓગસ્ટ 1988 ના રોજ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં થયો હતો.
ભૂમિ ત્રિવેદી ગુજરાતી પરિવારમાંથી આવે છે અને ધોરણ આઠથી જ તેમને સંગીત શીખવાનું શરૂ કરી દીધું હતું. ભૂમિ ત્રિવેદીના પિતા પણ સંગીતમાં ખૂબ જ રસ ધરાવતા હતા આ કારણથી તેમના પિતાનું સ્વપ્ન સાકાર કરવા માટે તેને સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. ભૂમિ ત્રિવેદીએ તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત 2012માં આવેલી ફિલ્મ પ્રેમ માયીથી “બહને ડે” ગીતથી કરી હતી. આ ગીત લોકોને પહેલીવાર સાંભળતાની સાથે જ ખૂબ જ પસંદ આવ્યું હતું અને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો.
ભૂમિ ત્રિવેદીના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. આ કારણથી જ ગાયિકા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે.અને અવારનવાર અનેક તસવીરો અને વિડિયો શેર કરતી રહે છે. હાલમાં તેણે બ્લેક આઉટ ફીટ સાથે પોતાની સુંદર તસવીરો શેર કરી હતી જે ચાહકોને ખૂબ પસંદ આવી હતી.
ભૂમિ ત્રિવેદી હાલમાં દિલ્હીમાં જોવા મળી હતી.જ્યાં તેને ખૂબસૂરત જગ્યામાં આકર્ષક અંદાજ સાથે પોઝ આપી ફોટો શૂટ કરાવ્યું હતું. આ તસવીરને અત્યાર સુધી 3000 કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે. ભૂમિ ત્રિવેદીના હાલમાં instagram પર 412 કે કરતા વધારે ફોલોવર્સ છે. હાલમાં તો આ તમામ તસવીરો ચારેકોર ખૂબ જ ધૂમ મચાવી રહી છે.