ગુજરાતી સિંગર કૈરવી બુચએ પ્લેનમાંથી ન્યુઝીલેન્ડના સુંદર નજારાની તસવીરો શેર કરી, કેપ્શનના ચાહકો એ કર્યા ખુબ જ વખાણ જુઓ શું છે ખાસ

ગુજરાતના અનેક કલાકારો હાલમાં પોતાના વિદેશ પ્રવાસ માટે જઈ રહ્યા છે જ્યાં તેઓ વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓને રાસ ગરબા લોક ડાયરા અને સાહિત્યની મોજ કરાવશે.ઘણા ખરા કલાકારો થોડા સમયમાં વિદેશમાં આયોજિત રાસ ગરબા અને લોક ડાયરાના કાર્યક્રમમાં હાજર આપવા જઈ રહ્યા છે જેમાં થોડા સમય પહેલા જ રાજભા ગઢવીએ લંડનમાં રહેતા તમામ ગુજરાતવાસીઓને ખુશીના સમાચાર આપ્યા હતા કે તેઓ હવે ટૂંક જ સમયમાં લોકસાહિત્યની મોજ કરાવવા માટે લંડન ની વિદેશ ધરતીમાં પધારી રહ્યા છે.

આ સમાચાર દરેક ગુજરાતી લોકો માટે ખૂબ જ ખાસ અને વિશિષ્ટ બન્યા હતા. આ માહોલ વચ્ચે ગુજરાતી લોકપ્રિય સિંગર કૈરવી બુચ પોતાની સમગ્ર ટીમ સાથે વિશ્વના અલગ અલગ દેશોમાં રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે આ તસ્વીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.

તસવીરોમાં જોઈ શકો છો કે કૈરવી બુચ પોતાના હવાઈ સફરની એરોપ્લેન માં મજા માણી રહી છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.સમગ્ર ગુજરાતને દેશ દુનિયામાં કૈરવી બુચના ગીતો ખૂબ જ લોકપ્રિય બન્યા છે.કૈરવી બુચ સંગીત ક્ષેત્રે ખૂબ જ સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે હવે પોતાની સમગ્ર ટીમ સાથે દુનિયાના અલગ અલગ દેશોમાં રાસ ગરબા ની રમઝટ જમાવવા માટે તૈયાર છે. પરંતુ તે પહેલા સિંગર કૈરવી બુચ એ એરોપ્લેન માંથી ખાસ તસવીરો શેર કરી હતી.

તસવીરોમાં જોઈ શકો છો કે કૈરવી બુચ આકાશના સુંદર નજારા નો આનંદ માણી રહી છે તથા પોતે આરામ પણ કરતી જોવા મળે છે આ સાથે જ અન્ય તસવીરોમાં લંચ અને ડિનર નો પણ આનંદ વ્યક્ત કર્યો હતો. આ તસવીરો શેર કરતા તેને પોતાના કેપ્શન માં લખ્યું હતું કે kairavibuch કહેવાય છે કે ન્યૂઝીલેન્ડ પૃથ્વી પરનું one of the most beautiful Destination છે અને સ્વયં ઈશ્વર પણ આવે તો અહીં ઉતારો લે છે તો very excited to visit AUCKLAND and meet my Gujarati Garba Lover fans! ત્યાં ના pictures મારી broadcast ચેનલ માં share કરતી રહીશ! So stay Tuned![Kairavi Buch in New zealand Auckland Navratri World Tour – Traditional Garba] આ તસવીરો દ્વારા તેણે ન્યૂઝીલેન્ડના સુંદર નઝારાના ખૂબ જ વખાણ કર્યા હતા તથા તેમના હૃદયની નજીક ન્યૂઝીલેન્ડ દેશ ખૂબ જ અગ્રીમ સ્થાન ધરાવે છે.

આ તસવીરોને અત્યાર સુધી 4000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ સિંગર ના ખૂબ જ વખાણ કર્યા હતા સાથે સાથે ન્યૂઝીલેન્ડમાં રહેતા ગુજરાતવાસીઓએ પણ રાસ ગરબા ના કાર્યક્રમ માટે પોતાનો ઉત્સાહને આતુરતા દર્શાવ્યું હતું. સાથે જ તેમના ચાહકોએ વિદેશ પ્રવાસ માટે શુભકામના શુભેચ્છા ના આશીર્વાદ પાઠવ્યા હતા. હાલમાં તો આ પ્લેનના સુંદર નજારા ની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *