ગુજરાતના ગાયક કલાકાર કાજલ મહેરીયાએ ખરીદી સૌથી મોંઘી લક્ઝરીયસ કાર, તસ્વીર શેર કરતા કેપ્શન માં એવું લખ્યું કે ચાહકો પણ હેરાન રહી ગયા
ગુજરાતમાંથી અનેક કલાકારોએ ભારતીય લોકસંસ્કૃતિ ના ગીતો તથા તેના વારસાને જાળવી રાખ્યો છે તેમાં પણ અનેક કલાકારોની યાદીમાંથી કાજલ મહેરીયા હંમેશા આગળ રહે છે. કાજલ એ પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કરી આજે સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે તેના જીવનને લગતી અનેક વાત તે પોતાના સોશીયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતી હોય છે.
તેવામાં કાજલ મહેરીયા એ તેમના ચાહકો વચ્ચે એક ખુશીના સમાચાર આપ્યા છે તેમણે હાલમાં જ લક્ઝરીયસ અને સૌથી મોંઘી scorpio કારની ખરીદી કરી છે. તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં સેર થતા ની સાથે જ તેમના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ કરી તેમને નવી કાર ખરીદવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કાજલ મેહેરીયાના ચાહકો તેમને ખૂબ પ્રેમ અને સાથ સહકાર આપે છે આજ પ્રેમને કારણે તેઓએ આજે અનેક સિદ્ધિઓ પોતાના જીવનમાં પ્રાપ્ત કરે છે નવી કાર સાથે સાથે તેને શેર કરેલી તસવીર નું કેપ્શન પણ લોકોની વચ્ચે આકર્ષણનો કેન્દ્ર બન્યું હતું.
આ કેપ્શન જોતા ની સાથે જ એવું લાગી રહ્યું હતું કે કાજલ મહેરીયા એ પોતાના જીવનમાં ઘણા સંઘર્ષો કર્યા હશે કેપ્શન માં લખ્યું હતું કે હર સપને કો અપને સાંસો મેં રખો, હર જીત આપકી હે, બસ અપને લક્ષકો અપની નિગાહોં મેં રખો,જહા વિશ્વાસ હે વહા શક્તિ હે, વહી જીત હે ઓર વહી આપકે સપને પૂરે હોતે હૈ. આ કેપ્શન દ્વારા તેણે પોતાના જીવનના સંઘર્ષો દર્શાવ્યા હતા. તેની સાથે સાથે દરેક લોકોને પણ કેપ્શનની મદદથી પ્રોત્સાહિત કર્યા હતા.
કાજલ મહેરીયા એ નવી કાર સાથે સાથે તમામ ચાહકોનો પણ આભાર માન્યો હતો. કારણ કે તેને કારણે જ આજે તેઓ અનેક સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે નવી કારમાં હાર પહેરાવી તેની પૂજા અર્ચના કરી પોતાની કુળદેવી અને ઈષ્ટદેવનો આભાર વ્યક્ત કર્યો હતો કાજલ મેહેરીયા પોતાના દરેક કાર્ય પાછળ ભગવાનનો આભાર જરૂર માને છે. આ સાથે સાથે કાજલ મહેરીયા એ તમામ લોકોને સંદેશો આપ્યો હતો કે તમે જો તમારા જીવનમાં મહેનત કરશો તો તમને એક દિવસ જરૂર સફળતા મળશે. બસ તમારા કામ પ્રત્યેની શક્તિ અને વિશ્વાસ હોવો જોઈએ.
કાજલ મહેરિયા ની નવી કારનો લુક જોઈ તમામ લોકો દંગ રહી ગયા હતા. આ કાર લક્ઝરી સાથે સાથે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી જેની કિંમત છ લાખથી શરૂ થઈ 24 લાખ સુધીની હોય છે. આ કારની ચર્ચા આજે ચારે તરફ થઈ રહી છે.