ચણીયાચોળીના પહેરવેશમાં રૂપ રૂપનો અંબાર લાગે છે ગુજરાતી સિંગર કિંજલ દવે જુઓ આકર્ષક ફોટોશૂટ
સમગ્ર ગુજરાતમાં સંગીત ક્ષેત્રનો ગર્વ એટલે કિંજલ દવે હાલમાં વિદેશની ધરતી ઓસ્ટ્રેલિયામાં રાસ ગરબાની ધૂમ મચાવી રહી છે ખૂબ જ મોટી સંખ્યા ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતવાસીઓ કિંજલ દવેના રાસ ગરબા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મન મૂકીને ગરબે રમ્યા હતા તથા ઓસ્ટ્રેલિયામાં કિંજલ દવેના લોકપ્રિય ગીતો એ ધૂમ મચાવી દીધી હતી.
26 જુલાઈ 2024 ના રોજ કિલ્લોલ ઇવેન્ટ્સ દ્વારા ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માત્ર ગુજરાતીઓને પરંતુ ઓસ્ટ્રેલિયા વાસીઓ પણ જોડાયા હતા આજે ગુજરાતી લોકસંગીત સંસ્કૃતિ અને પરંપરા વિદેશના ખૂણે ખૂણે સુધી પહોંચવામાં સફળ રહી છે જેમાં ગુજરાતના અનેક કલાકારોએ પોતાનો અગ્રિમ ફાળો આપ્યો છે.
કિંજલ દવે થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાની લક્ઝરી હોટલમાંથી પોતાની અનેક તસવીરો શેર કરી હતી તથા સ્ટોરી ના માધ્યમ દ્વારા ચાહકોને પણ સમાચાર આપ્યા હતા કિંજલ દવે હંમેશા સોશિયલ મીડિયાથી પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને ચાહકો પણ કિંજલ દવેની દરેક તસવીરો અને રાસ ગરબાના કાર્યક્રમના વીડિયોમાં ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરતા હોય છે.
આ કારણથી કિંજલ દવે આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહે છે તથા વિદેશના અલગ અલગ દેશોમાં પણ કિંજલ દવેના રાસ ગરબા ના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે આ પહેલા પણ ન્યૂઝીલેન્ડ અમેરિકા યુકે જેવા દેશમાં કિંજલ દવે દરેક ગુજરાતીઓની ઉપસ્થિતિમાં રાસ ગરબા ની ધૂમ મચાવી હતી આ બાદ હવે ફરીવાર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રાસ ગરબા ની રમઝટ જમાવી રહી છે.
હાલમાં કિંજલ દવે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આયોજિત થયેલા રાસ ગરબામાં ખુબ જ સુંદર અને આકર્ષક રંગબેરંગી ચણિયાચોળીમાં ફોટોશૂટ કરાવ્યું હતું કિંજલ દવે ભારતીય પરંપરાગત પહેરવેશમાં જાણે સ્વર્ગની પરી કરતા પણ વિશિષ્ટ સુંદર લાગી રહી છે. સાથે આ વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે અલગ અલગ અંદાજમાં પોઝ આપી આ ફોટોશૂટની સુંદરતામાં વધારો કર્યો હતો. કિંજલ દવે પોતાના સંગીત ક્ષેત્ર સાથે સાથે ફેશન દુનિયામાં પણ હંમેશા આગળ રહે છે આ તસવીરોને અત્યાર સુધી 75 હજાર કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં કિંજલ દવેના ચાહકોએ તેની સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા હતા.