અનંત રાધિકાના લગ્નમાં ગુજરાતી સિંગર ઓસમાન મીરે લગ્ન ગીતોની રમઝટ જમાવી બોલીવુડ અભિનેતા રણવીર સિંહ સાથે કરી ખાસ મુલાકાત જુઓ વાયરલ વિડિયો
અનંત અને રાધિકાના લગ્નમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી થી માંડી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અભિનેતા અને અભિનેત્રીઓ હાજર રહ્યા હતા આ સાથે જ ગુજરાતી કલાકારો અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા સુપરસ્ટાર એ પણ હાજરી આપી હતી જેમાં કિર્તીદાન ગઢવી રાજભા ગઢવી સાયરામ દવે જાનકી બોડીવાલા શ્રદ્ધા ડાંગર જેવા તમામ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સુપરસ્ટાર નો સમાવેશ થાય છે. અનંત અને રાધિકાના લગ્નમાં વધારે રોનક ઉમેરવા માટે અંબાણી પરિવાર તરફથી ગુજરાતી સિંગરને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ઓસમાણ મીર પાર્થિવ ગોહિલ અને આદિત્ય ગઢવી હાજર રહ્યા હતા.
તમામ લોકોએ ગુજરાતી ગીતો થી વાતાવરણની શોભા વધારે ચમકદાર બનાવી દીધી હતી. આ પહેલા પણ અંબાણી પરિવારના કોઈ પણ સામાજિક ધાર્મિક અને પારિવારિક પ્રસંગોમાં ગુજરાતી સિંગર અને કલાકાર ઉપસ્થિત રહેતા હોય છે અનંત અને રાધિકાના રાસ ગરબા ના કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલ અને કિંજલ દવે પોતાના સુરે તમામ લોકોએ ગરબા ની રમઝટ જમાવી હતી. આ માત્ર પ્રથમ વાર નહીં પરંતુ તમામ પ્રસંગોમાં અંબાણી પરિવાર ગુજરાતી કલાકાર અને સિંગરને આમંત્રણ આપે છે આજે પણ તેમણે ગુજરાતી સંગીત તેમનો વારસો અને સંસ્કૃતિ અને સભ્યતાને જાળવી રાખી છે.
અનંત રાધિકાના લગ્ન પ્રસંગના વિશિષ્ટ કાર્યક્રમ નિમિત્તે ગુજરાતી સિંગર ઓસમાન મીર ને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેણે લગ્ન ગીતો ગુજરાતી ગીતો અને લોકસંગીતના ગીતો ગાય કાર્યક્રમમાં ચારચાંદ લગાવી દીધા હતા. અને તેમની સાથે આદિત્ય ગઢવી અને પાર્થિવ ગોહિલ પણ હાજર રહ્યા હતા.
આબાદ ઓસમાણ મીરે તમામ આમંત્રિત મહિમાનો અને ગુજરાતી કલાકારો સાથે મુલાકાત લીધી હતી ત્યારબાદ સમગ્ર અંબાણી પરિવાર સાથે પોતાનો ઘણો સમય વિતાવ્યો હતો. અંબાણી પરિવાર ઓસમાન મીરને પોતાના પરિવારના જ સભ્ય માને છે આ કારણથી જ ઓસમાણ મીર અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં હાજરી આપી ઉપસ્થિત રહેતા હોય છે અને લોક ડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજર રહેતા હોય છે.
આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એની સાથે જ ઓસમાન મીરના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી તથા ઓસમાન મીર આજે માત્ર ભારતનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગર્વ છે.અને દેશ દુનિયામાં પોતાનું સંગીત વારસો અને સંસ્કૃતિ તેમના સંઘર્ષ અને મહેનતથી આજે ઉજાગર થઈ છે. આ પહેલા પણ ઓસમાણ મીર અંબાણી પરિવારના ઘર આંગણે આયોજિત થતા તમામ તહેવારોમાં તથા શુભ પ્રસંગોમાં હાજર રહેતા હોય છે.
આ લગ્નના માહોલ વચ્ચે ગુજરાતી સિંગર ઓસમાણ મીરે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહ સાથે ખાસ મુલાકાત કરી હતી તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે એક ગુજરાતી સિંગર તરીકે બોલીવુડ અભિનેતા સાથે મુલાકાત દરેક લોકોના જીવન માટે ખૂબ જ ખાસ બની જતી હોય છે તેવામાં ઓસમાણ મીરે રણવીર સિંહ સાથે પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે આ તસવીરો ચાહકો પોતાની સાથે જ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી તથા તમામ લોકોએ ઓસમાણ મીરને માત્ર ભારતનું નહીં પરંતુ સમગ્ર દુનિયાનું ગર્વ કહ્યુ હતું. આ તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે રામલીલા રીનિયુંન તસવીર હાલમાં તો ચારેકોર ધૂમ મચાવી રહી છે.
ગણેશ ચતુર્થી નવરાત્રી જન્માષ્ટમી જેવા શુભ પવિત્ર દિવસોમાં અંબાણી પરિવારના ઘરે ઓસમાણ મીરને કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવે છે આ તમામ તસવીરોને અત્યાર સુધી 18000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ ઓસમાન મીરના ખૂબ વખાણ કર્યા હતા તથા સફળતા માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ઓસમાન મીર પોતાના સુરથી સમગ્ર દેશ દુનિયામાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે તથા સમગ્ર ગુજરાતની ગર્વ અપાવી રહ્યા છે.હાલમાં તો અંબાણી પરિવારના લગ્ન પ્રસંગ નિમિત્તે તેમના અનુભવો સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા શેર કર્યા હતા.