ગુજરાતી સિંગર ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ અને આદિત્ય ગઢવીએ અનંત રાધિકાના લગ્નમાં ગરબાની રમઝટ જમાવી, જુઓ ખાસ વિડિયો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે અંબાણી પરિવાર એ પોતાના દીકરા અનંત અને રાધિકાના લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે 12 જુલાઈ 2024 ના રોજ આયોજિત કર્યા હતા જેમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી થી માંડી તમામ દેશ-વિદેશના બિઝનેસમેન આમંત્રિત મહેમાનો અને રમત જગત સાથે જોડાયેલા તમામ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કારણથી જ લગ્ન તમામ લોકો માટે વર્ષો સુધી યાદગાર બની રહેશે. આ લગ્ન હાલમાં પૂર્ણ થઈ ગયા છે પરંતુ તેમની ચર્ચા હજુ સુધી સમગ્ર વિશ્વમાં ચારે તરફ ચાલી રહી છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થતાની સાથે ચાહકો એ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી નવદંપતીને આશીર્વાદ અને શુભકામના તેમના નવા લગ્ન જીવન માટે પાઠવી હતી.
પરંતુ આ વચ્ચે આપ સૌ લોકો જાણતા જશો કે થોડા સમય પહેલા અંબાણી પરિવારમાં થયેલા આયોજિત રાસ ગરબા ના કાર્યક્રમમાં ગુજરાતી સિંગર કિંજલ દવેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના સુરે સમગ્ર અંબાણી પરિવાર સહિત તમામ સગા સંબંધી અને મહેમાનો મન મૂકીને ગરબે રમ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ પહેલાં પણ પાર્થિવ ગોહિલે ગરબાની રમઝટ જમાવી હતી. આ પરથી કહી શકાય કે અંબાણી પરિવાર હંમેશા ગુજરાતી સંસ્કૃતિ તેમના વારસા અને લોકસંગીતને હંમેશા માન સન્માન અને તેમની પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવે છે દરેક પારિવારિક સામાજિક અને લગ્ન પ્રસંગ નિમિત્તે તેમના ઘર આંગણે ગુજરાતી કલાકારની જમાવટ જોવા મળે છે.
આ વખતે પણ આનંદ રાધિકાના લગ્ન પ્રસંગ નિમિત્તે તમામ લોકોને આનંદ કરાવવા માટે ગુજરાતી કલાકાર ઓસમાન મીર પાર્થિવ ગોહિલ અને ગુજરાતમાં કવિરાજ તરીકે જાણીતા આદિત્ય ગઢવી ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ત્રણેય સિંગરે આમંત્રિત મહેમાન અને અંબાણી પરિવારને ખૂબ જ મોજ કરાવી હતી. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે ગુજરાતના ત્રણેય સિંગરો લોકપ્રિય ગીતો ગાય તમામ લોકોને ગરબે જુમાવી રહ્યા છે. ગુજરાતી ગીતોથી લગ્ન પ્રસંગનું શુભ વાતાવરણ ચારે તરફ ખીલી ઉઠ્યું હતું અને તમામ લોકોએ ગુજરાતી પરંપરા સંસ્કૃતિ સંસ્કાર અને લોકસંગીત સાથે તેમના સાહિત્યના ખૂબ જ વખાણ કર્યા હતા.
આ લગ્ન પ્રસંગ અને રાસ ગરબા ના કાર્યક્રમમાં અન્ય ગુજરાતના નામે અનામી કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું તમામ કલાકારોનું અંબાણી પરિવાર તરફથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. 12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાય ગયા હતા. ત્યારબાદ 13 અને 14 જુલાઈના રોજ અંબાણી પરિવાર તરફથી અલગ અલગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં અંબાણી પરિવારના મહેમાનો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.