સાળંગપુરધામ માં બની ગયું છે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય જાણો શું છે વિશેષતા..
ગુજરાતમાં ભક્તિ અને શ્રદ્ધાનો ધામ એટલે કે સાળંગપુર ધામ આ ગામમાં સાક્ષાત કષ્ટભંજન દેવ બિરાજમાન છે અને ફક્ત અને ફક્ત ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં કષ્ટભંજન અને સાળંગપુર ધામનો ડંકો વાગી રહ્યો છે સ્વામી શ્રી ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની સ્થાપના કરી હતી અને આ સારંગપુરના કષ્ટભંજન દેવ કેટલાય ભક્તોના દુઃખ હરી ને તેમને સુખ આપે છે.
દરરોજ આ સાળંગપુર ધામમાં લાખો હરિભક્તો દાદાના દર્શને આવે છે અને ખૂબ ધન્યતા અનુભવે છે ત્યારે દર્શનાર્થીઓની વધુ સુવિધામાં એક ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આકાર લઇ રહ્યું છે આ ભોજના લઈને વિશેષતા ની જો વાત કરવામાં આવે તો અહીં એક સાથે 4000 લોકો પ્રસાદ લઈ શકશે અને વિશેષ સુવિધામાં આ ભોજનાલયમાં ગેસ અગ્નિ કે ઇલેક્ટ્રીટી વગર રસોઈ બનાવવામાં આવે છે.
આ ભોજનાલય વિશેષ સુવિધાઓ સાથે ખૂબ વિશાળ અને આકર્ષક લાગી રહ્યું છે તે આ ધામની સુંદરતામાં વધારો કરી રહ્યું છે આ ભોજન લઈ બનાવવામાં અંદાજિત 40 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે આ ભોજનાલય ને બનાવવામાં 160 થી પણ વધુ કારીગરોનો અગ્રીમ ફાળો રહેલો છે આ ભોજનાલય સાત વિઘા ની વિશેષ જગ્યામાં ફેલાયેલું છે ભોજના લઈને બિલ્ડીંગનું બાંધકામ અંદાજે ₹2,30,000 સ્ક્વેર ફૂટનું છે.
ભોજનાલયમાં કુલ 250 કોલમ પર ઉભુ છે ભોજના લઈને એલીવેશન ઈન્ડો રોમન સ્ટાઇલથી ડિઝાઇન કરવામાં આવ્યું છે 75 ફૂટ પહોળા પગથિયા બનાવવામાં આવશે અને આ પગથિયાઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ કે લેટરને પણ વ્યવસ્થા કરવામાં આવશે અને શ્રદ્ધાળુઓને ગરમી થી મુશ્કેલી ના પડે તે માટે ખાસ પ્રકારની કેવીટી હોલ જે ભોજનાલય ને અંદરનું તાપમાન ઠંડુ રાખશે.
ભોજનાલયમાં ચાર વિશાળ ડાઇનિંગ હોલ છે જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110 * 278 ફૂટનો છે અને એમાં એક સાથે 4,000 થી પણ વધુ લોકો બેસીને પ્રસાદ લઈ શકશે આ સિવાય વીઆઈપી અને વીવીઆઈપી ની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને ગાડી પાર્કિંગની અવ્યવસ્થા ઊભી ના થાય તે માટે લોર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ છે અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવવામાં આવ્યા છે અને ભોજનાલય નુ કિચન 60 * 100 ફૂટમાં બનાવવામાં આવ્યું છે.