સુંદર ભરતકામ કરેલી ચણિયાચોળીમાં જોવા મળ્યા ગુજરાતનું ગર્વ “ગીતાબેન રબારી”, ચાહકોએ કર્યા મન ભરીને વખાણ જુઓ આકર્ષક ફોટોશૂટ
આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતને વિશ્વમાં કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી હાલમાં પોતાના વિદેશ પ્રવાસ ન્યૂઝીલેન્ડમાં રાસ ગરબાની રમઝટ જમાવી રહ્યા છે. વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીતાબેન રબારી એ પોતાના સુરથી તમામ લોકોને મન મૂકીને ગરબે રમાડ્યા હતાં. ગીતાબેન રબારી વિદેશ પ્રવાસ ન્યૂઝીલેન્ડમાં હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતાના પહેરવેશમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી આજ વાતથી ગીતાબેન રબારી ના આજે ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે અને દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે આ તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.
આપને જણાવી દઈએ કે ગીતાબેન રબારી પોતાના દરેક કાર્યક્રમમાં ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળે છે આટલા મોટા વિશ્વકક્ષાએ સંગીત ક્ષેત્ર કલાકાર હોવા છતાં પણ હંમેશા પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલા રહે છે. ગીતાબેન રબારી આજે વિશ્વના દેશોમાં પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે ન્યૂઝીલેન્ડ ની ધરતીમાં તમામ ગુજરાતવાસીઓ તરફથી ગીતાબેન રબારીનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમના ચાહકોના સાત સહકાર અને પ્રેમને કારણે જ આજે ગીતાબેન રબારી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સંગીત ક્ષેત્ર માં સતત આગળ વધી સમગ્ર દેશ દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડમાં થયેલ રાસ ગરબા ના કાર્યક્રમ ગીતાબેન રબારી સુંદર અને આકર્ષક ભરત કામ કરેલી ચણિયાચોળીમાં જોવા મળ્યા હતા. આ પોશાકમાં ઘરેણાને કારણે તેમની સુંદરતામાં વધારો થતો જોવા મળ્યો હતો હાલમાં તો ગીતાબેન રબારીને ન્યૂઝીલેન્ડમાં ગુજરાતવાસીઓ તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે આ પહેલા પણ ઓસ્ટ્રેલિયાની ધરતીમાં તમામ ગુજરાતવાસીઓ સાથે રાસ કરવાની ધૂમ ખૂબ પ્રેમ મળી રહ્યો છે આ પહેલા પણ ઓસ્ટ્રેલિયાની ધરતીમાં તમામ ગુજરાતવાસીઓ સાથે રાસ ગરબાની ધૂમ મચાવી હતી. ખરેખર ગીતાબેન રબારી ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે એક કલાકાર ક્ષેત્રમાં જોડાયેલા હોવા છતાં પણ હંમેશા સરળ સાદગી સ્વભાવમાં હંમેશા જોવા મળે છે.
આ તસવીરોને અત્યાર સુધી ચાલીસ હજાર કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચુકી છે તેમાં ગીતાબેન રબારી ના ચાહકોએ કહ્યું હતું કે તમે આજે પણ ભારતીય પરંપરાગત અને સંસ્કૃતિને જાળવી રાખી છે તે અમારા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે ગુજરાતનું ઘરેણું એટલે અમારા ગીતાબેન રબારી ખુબ ખુબ સુંદર અને આગળ વધો કોમેન્ટ ના માધ્યમ દ્વારા તેમના ચાહકોએ આશીર્વાદ અને મન ભરીને ગીતાબેન રબારી પ્રત્યે પોતાનો ભાવ અને પ્રેમ રજૂ કર્યો હતો. હાલમાં તો આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.