સુરાપુરા ધામના ગુરુ શ્રીદાનભા બાપુ ૭૦ હજાર કરતાં પણ વધારે પરિવારમાં એવું પરિવર્તન લાવ્યા કે જાણીને તમે પણ ખુશ થઈ જશો
આપ સૌ લોકો સુરાપુરા ધામ ભોળાદ નામ તો સાંભળવી જશે આજે સુરાપુરા ધામ ભોળાદ ભાલ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે સુરાપુરા ધામ ભોળાદમાં રાજા તેજાજી દાદા તથા રાજાજી દાદા બિરાજમાન રહી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભોળાદ ના આ ગામમાં દરરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન માટે આવે છે તથા દાદા પણ પોતાના દ્વારે આવેલા કોઈપણ ભક્તોને નિરાશ થવા દેતા નથી અહીં લોકો પોતાના જીવનમાં આવનારી સમસ્યા વિશે નિરાકરણ મેળવવા માટે આવે છે.
દાદાના સાનિધ્યમાં એક પણ રૂપિયો લીધા વગર નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે તથા દરેક લોકોને ભોજન કરવામાં આવે છે. સુરાપુરા ધામના પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુ સુરાપુરા દાદા ની કૃપાથી દરેક લોકોનું કલ્યાણ કરી દાદાની સેવા કરે છે. સુરાપુરા ધામ ભાલ એ આજે ધર્મની સાથે સાથે દરેક લોકોમાં સંસ્કાર સંસ્કૃતિ રહે તેઓ પણ અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. તેથી જ દરેક યુવકને વ્યસનના માર્ગેથી દૂર કરી એક સારું જીવન જીવે તેઓ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
તેમાં પણ અહીંના પૂજ્ય ગુરુ શ્રી દાનબા બાપુ દરેક યુવાનો પાછળ ખૂબ જ મહેનત કરે છે તથા તેમનામાં સારા સંસ્કારો પીરસે એક સારું જીવન જીવે તેઓ પ્રયત્ન કરે છે. આ ગામમાં કોઈપણ જાતનું અંધશ્રદ્ધાવાળું કામ કરવામાં આવતું નથી. દરેક ભક્તો દાદા પર શ્રદ્ધા રાખી તેમને પ્રાર્થના કરે છે અને દાદા પણ દરેક લોકોની પ્રાર્થના સાંભળી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
સુરાપુરા ધામ ભોળાદે અત્યાર સુધી 80000 કરતાં પણ વધારે લોકોને દારૂ મુક્તિ કરાવી છે તથા 95 હજાર કરતાં પણ વધારે લોકોની જિંદગી બદલી તેમનામાં નવું પરિવર્તન લાવ્યા છે. સુરાપુરા ધામ ભોળાદમાં દરેક સોમવારે તથા મંગળવારે ભક્તોની ભારે ભીડ રહે છે તથા અહીં દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવે છે સુરાપુરા ધામ ભોળાદમાં અમાસનું ખૂબ જ મહત્વ રહેલું છે.
આ દિવસે દાદાને ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે શણગાર કરવામાં આવે છે. લોકો દાદાના દર્શન કરવા માટે માત્ર ગુજરાતથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી આવે છે અહીં રહેવા જમવાની ખૂબ જ ઉત્તમ સુવિધા પણ કરવામાં આવી છે. જેથી કરીને અહીં આવનારા ભક્તોને કોઈપણ જાતની અગવડતા ના સર્જાય. પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુ પણ સામાન્ય માણસની જેમ દરેક લોકોની સેવા કરી દાદાની ભક્તિ કરે છે.