બોલીવુડની મર્ડર ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને મલ્લિકાની સુપરહિટ થયેલી જોડીને ફરી એકવાર જૂના અંદાજમાં જોઈ ચાહકો ખુશ થઈ ગયા 20 વર્ષથી ઇમરાન હાશ્મી અને મલ્લિકા વચ્ચે ચાલતા ઝઘડાનો આવ્યો અંત બંને લોકોની જોડી ફરી જોવા મળી શકે છે આ ફિલ્મમાં….
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી અનેક જોડી છે જેને આટલા વર્ષો થયા બાદ લોકો હજુ સુધી ભૂલી શકે નથી કારણ કે તેમણે અનેક ફિલ્મોમાં ખૂબ જ સારી રીતે રોલ નિભાવી ચાહકોના દિલમાં એક અલગ છાપ લગાવી દીધી છે. આપ સૌ લોકો બોલીવુડની ખૂબ જ પ્રખ્યાત થયેલી જોડી એટલે કે ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતને ઓળખતા જ હશો. આ જોડીને આજ સુધી લોકો ભૂલી શક્યા નથી. સૌપ્રથમવાર આ જોડી 2004 માં રિલીઝ થયેલી મડર ફિલ્મમાં જોવા મળી હતી ત્યારથી જ તેને લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. પરંતુ આ જોડે ઘણા લાંબા સમયથી ફિલ્મ જગતથી ખૂબ જ દૂર છે જેથી લોકો તેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

મલ્લિકાના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે આજે પણ આટલા વર્ષો બાદ મલ્લિકાને હંમેશા પ્રેમ સાથ અને સહકાર આપે છે તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે તથા તે અવારનવાર પોતાના જીવનને લગતી અનેક તસવીરો તથા વિડિયો શેર કરતી હોય છે.

જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે. હાલમાં આનંદ પંડિત ની પુત્રીના રિસેપ્શનમાં ઇમરાન હાશ્મી અને મલ્લિકા ની જોડી જોવા મળી હતી આ જોડી જોતાની સાથે જ દરેક ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. તથા તેણે જૂના અંદાજમાં એકબીજા સાથે પોઝ પણ આપ્યા હતા.

પરંતુ ઘણા લાંબા સમયથી ઇમરાન હાશ્મી અને મલ્લિકા વચ્ચે અનેક અણ બનાવના સમાચાર સામે આવ્યા હતા. જેથી કરીને તમામ લોકોએ આ જોડી ફરીવાર જોવા મળશે તેવી આશાઓ મૂકી દીધી હતી પરંતુ આ તસવીરો જોતા ની સાથે જ તમામ ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. મર્ડર ફિલ્મ ના શૂટિંગ બાદ બંને વચ્ચે અનેક ઝઘડાઓ થયા હતા પરંતુ ૨૦ વર્ષ બાદ આજે ફરીવાર એ જ અંદાજમાં જોવા મળ્યા હતા.

આ જોડી આનંદ પંડિત ની પુત્રીના રિસેપ્શનમાં ફરીવાર એ અંદાજમાં જોવા મળ્યા હતા. બંને લોકો એકબીજાને હગ આપી સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ સાથે જ બંને વચ્ચેના ઝઘડા નો પણ અંત આવ્યો હતો. મલ્લિકા આ આ રિસેપ્શનમાં પિંક કલરના ગાઉનમાં ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં લાગી રહી હતી. જ્યારે ઇમરાન હાશ્મી પણ બ્લેક કલરના શૂટમાં ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો.

આ તસવીરો વાયરલ થતા ની સાથે તમામ ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી ઘણા લોકોએ ફરીવાર આ જોડી ફિલ્મના સેટ ઉપર આવે તેવી આશા વ્યક્ત કરી હતી તો ઘણા લોકોએ કહ્યું હતું કે બોલીવુડની આ સૌથી સુપરહિટ જોડી છે. હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે.