હાર્દિક સાથે છૂટાછેડા બાદ નતાશા પોતાના પુત્ર સાથે ખૂબ જ ખુશ જોવા મળી, કેપ્શન માં લખ્યું કે આજે મારું દિલ ખુશીથી ભરાઈ ગયું છે અને…જુઓ તસવીરો

સોશિયલ મીડિયામાં હાલમાં હાર્દિક પંડ્યા અને નતાશા ના છૂટાછેડા ના સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તથા લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની રહ્યા છે. આ છૂટાછેડા ના સમાચાર હાર્દિક પંડ્યા અને નતાશા એ પોતાના સોશિયલ મીડિયા ના માધ્યમથી ચાહકો તથા લોકોની વચ્ચે આપ્યા હતા આ બાદ નતાશા પોતાના પિયર સર્બિયા પોતાના પુત્ર સાથે ચાલી ગઈ હતી.

હાલમાં નતાશા સર્બિયા માં પોતાના પુત્ર સાથે મોટેભાગનો સમય પસાર કરી રહી છે જેથી કરી તેને હાર્દિક પંડ્યા ની યાદ ન આવી શકે કારણ કે એરપોર્ટ પર પણ પુત્ર અગતસ્ય ખૂબ જ ભાવુક થતો જોવા મળ્યો હતો આ કારણથી જ તેમની યાદોને દૂર કરવા માટે નતાશા અલગ અલગ પ્રયત્નો કરતી જોવા મળી હતી આ તસ્વીરો અને વિડીયો તેમને પોતાની instagram સ્ટોરી માં પોસ્ટ કર્યા હતા.

નતાશા હાલમાં પોતાના પુત્ર સાથે સર્બિયા ના અલગ અલગ સ્થળની મુલાકાત લેતી જોવા મળે છે. હાલમાં નતાશા એ શેર કરેલી તસવીરોમાં જોઈ શકો છો કે પોતાના પુત્ર સાથે અલગ અલગ અંદાજમાં આકર્ષક પોઝ આપી રહી છે. હાર્દિક સાથે છૂટાછેડા બાદ પણ નતાશા એ આ તસ્વીરો શેર કરતાં કેપ્શન માં લખ્યું હતું કે દિલ ખુશીઓથી ભરેલું છે. આ કેપ્શન જોતા ઘણા લોકો ખૂબ જ નારાજ થયા હતાં તો અન્ય લોકોએ પોતાનો ગુસ્સો બતાવ્યો હતો. નતાશા અને તેમનો ચાર વર્ષનો પુત્ર બંને આ તસવીરોમાં ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

અન્ય તસવીરોમાં નતાશા સાથે તેનો પુત્ર પણ ડાયનોસર પાર્કમાં મજા માણતો જોઈ શકાય છે આ પહેલા પણ નતાશા એ હાર્દિક પંડ્યા ની યાદોને ભુલાવવા માટે અલગ અલગ પ્રયત્ન કરતી જોવા મળી હતી જેમાં નતાશા નાના બાળક બની તેના પુત્રની ગાડી ચલાવતી તો થોડીવાર પોતાના પુત્ર સાથે રમતી પણ જોવા મળી હતી. હાર્દિક સાથે છૂટાછેડા થયા બાદ નતાશા પોતાના પુત્ર સાથે પોતાનો મોટેભાગનો સમય વિતાવી રહી છે જેની તસવીરો પણ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.

18 જુલાઈ 2024 ના રોજ હાર્દિક અને નતાશા એકબીજા સાથેના સંબંધનો અંત લાવી દીધો હતો ત્યારબાદ નતાશાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના પુત્રની કો પેરેન્ટિંગ કરશે. આ બાદ માતા અને પુત્ર છેલ્લી વાર એરપોર્ટ પાસે જોવા મળ્યા હતા.આપને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશા ની મુલાકાત 2018માં નાઈટ ક્લબમાં થઈ હતી ત્યારબાદ બંને લોકો એકબીજા સાથે નજીક આવતા લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *