હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા લેશે છુટાછેડા? સોશિયલ મીડિયામાં હટાવી દીધી પંડ્યા અટક જાણો શું છે આ પાછળનું કારણ
હાલના સમયમાં ભારતના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા નો સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. સૌપ્રથમ તો આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રોહિત શર્માની હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટનસી આપવાથી તમામ ચાહકો ખૂબ જ નારાજ થયા હતા. ત્યારબાદ હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.
જેથી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પ્લે ઓફ થવા માં પણ નિષ્ફળ રહી હતી. આ સાથે પોતાની છેલ્લી મેચમાં સ્લો ઓવર માટે 2025 ipl ની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ ખરાબ સમય વચ્ચે હાર્દિક પંડ્યા ને લઇ વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર હાર્દિક પંડ્યા અને તેના પત્ની નતાશા સ્ટોનકોવિક ના સંબંધો બરાબર ચાલી રહ્યા નથી જેથી બને લોકો છૂટાછેડા લે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે હાર્દિક પંડ્યા ને અનેક ધમકીઓ પણ મળી રહી છે. હાર્દિક પંડયા ની પત્નીએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી પંડ્યા અટક પણ હટાવી દીધી છે.આ બાદ સોશિયલ મીડિયામાં બંનેના સંબંધોને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
પરંતુ આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તેની હજુ સુધી કોઈ ખાસ ખબર સામે આવી નથી. હાર્દિક પંડ્યા ને તેના લગ્નના ચાર વર્ષ થઈ ચૂક્યા છે બંને લોકોની જોડી પણ ક્રિકેટ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ બની ચૂકી છે પરંતુ અચાનક જ આવા સમાચારને કારણે હાર્દિક પંડ્યાના ચાહકોમાં નારાજગી જોવા મળી હતી.આ સાથે હાર્દિક પંડ્યા એ નતાશા ના બર્થ ડે માં પણ કોઈ વિશ કે પોસ્ટ શેર કરી ન હતી જેને કારણે ચાહકો પણ વિચારમાં પડી ગયા હતા.
આમ તો હાર્દિક પંડ્યા ની દરેક મેચમાં નતાશા સ્ટેડિયમમાં જોવા મળે છે અને તેમના પતિને સપોર્ટ કરતી નજરે પડે છે પરંતુ આ વખતે મુંબઈની કોઈપણ મેચમાં નતાશા સ્ટેડિયમમાં જોવા મળી ન હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બંને વચ્ચે સંબંધોમાં શું ચાલી રહ્યું છે હાલમાં તો તમામ ચાહકો પણ આ જાણવા માટે ખૂબ જ ઉત્સાહને આતુર થઈ રહ્યા છે આવનારા સમયમાં હાર્દિક પંડ્યા t20 વર્લ્ડ કપમાં ઇન્ડિયન ટીમનું વાઈસ કેપ્ટન તરીકે નેતૃત્વ કરશે. પરંતુ આવામાં આવેલ વચ્ચે એ કેવી રીતે પોતાની ટીમની કમાન સંભાળી શકે છે તે જોવાનું રહ્યું.