હાર્દિક પંડ્યા અને નતાસા સાથે ઉદયપુરમાં ફરી લગ્ન કર્યા – જુઓ રોમેન્ટિક સુંદર તસવીરો

હાર્દિક પંડ્યા ભારતીય ટીમનો ખેલાડી છે. તેમનો જન્મ 11 ઓક્ટોબર, 1993ના રોજ ગુજરાતના ચોર્યાસીમાં થયો હતો. ઉદયપુરમાં વેલેન્ટાઈન ડે પર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાસા સાથે લગ્ન કર્યા હતા. હવે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે.

હાર્દિક પંડ્યાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “અમે ત્રણ વર્ષ પહેલા પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. અમે અમારા શપથને રિન્યૂ કરીને અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારા પરિવાર અને મિત્રોને અમારી સાથે રાખીને અમે ખરેખર ધન્યતા અનુભવીએ છીએ.”

હાર્દિક અને નતાશાના લગ્નમાં ઈશાન કિશન સહિત મોટા ભારતીય ખેલાડીઓએ હાજરી આપી હતી.

હવે હાર્દિક અને નતાસાના લગ્નનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિક અને નતાસાએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અપલોડ કર્યા છે. જેમાં તે પોતાના પુત્ર સાથે જોવા મળે છે.

આ કપલે પહેલા 31 મે, 2020ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *