હે ભગવાન આ તે કેવું દુઃખ!! મામા અને ભાણીના એક જ દિવસે તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી દર્દનાક મોત સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો
સમગ્ર ગુજરાતમાં અનેકવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ દરમિયાન નવસારીમાંથી એક પરિવારમાંથી બે સભ્યોના મૃત્યુના કિસ્સા સામે આવ્યા છે. જેને લઈને પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. તળાવના ઊંડા પાણીમાં નાહવા પડેલા મામાનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થયું હતું તો ભાણી નું પણ ગળામાં દુપટ્ટો ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું. આવી રીતે એક જ પરિવારમાંથી બંને લોકોને અચાનક મૃત્યુ થવાથી સમગ્ર પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી.
આ ઘટનાની જો વાત કરીએ તો સમરોલી ગામમાં પહાડ ફળિયામાં રહેતા 21 વર્ષીય યોગેશભાઈ પોતાના ગામમાં આવેલા ઊંડા તળાવમાં નાહવા માટે ગયા હતા. પરંતુ પાણીનું જોર ખૂબ જ વધારે હોવાથી તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. આ બાદ તેને તુરંત જ આસપાસના લોકો દ્વારા બહાર કાઢવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતા તેણે તાત્કાલિક તરવૈયાની મદદ લીધી હતી તરવૈયાઓ એ ખૂબ જ લાંબા સમય શોધખોળ કર્યા બાદ યોગેશભાઈ ની લાશ મળી આવી હતી.
આ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ થતા પૂછપરછ હાથ ધરી હતી. આ મૃત્યુના કિસ્સા બાદ તુરંત જ સમરોલી વાડી ફળિયામાં રહેતા રાકેશ સોલંકી ની નવ વર્ષની પુત્રી કે જે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે તે પોતાના સ્કૂલેથી કરે પાછી આવી હતી. આ બાદ તે પોતાના મિત્રો સાથે ગળામાં કેસરી કલરનો દુપટ્ટો બાંધી રમી રહી હતી પરંતુ અચાનક જ દુપટ્ટા ની ગાંઠ ગળામાં ફસાઈ જતા તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી તેથી શ્વાસ રૂંધાતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાંના ડોક્ટરો દ્વારા લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
બે કલાકના સમયગાળા વચ્ચે એક જ ગામમાં બે મૃત્યુ થવાથી શોક ની લાગણી સમગ્ર ગામમાં સર્જાઇ હતી. બંને લોકોની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.