ન્યૂયોર્ક ટાઈમ સ્ક્વેર ખાતે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મનજી દાદા ને પાઠવી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ દ્રશ્યો જોઈ તમે પણ ભાવુક થઈ જશો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે થોડા સમય પહેલા બગદાણા ધામમાંથી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી હતી તેમાં બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ખૂબ જ લાંબા સમયથી ફરજ બજાવનાર ઈમાનદાર અને નિષ્ઠાવાન માનનીય મંજી દાદા નું સુરત મુકામે અવસાન થયું હતું. આ સમાચારને લઈને બજરંગદાસ બાપાના ભક્તો તથા મંજી દાદા ને ચાહનારા લોકો ખૂબ જ દુઃખની લાગણીમાં છવાયા હતા. મંજી દાદા ના અવસાન ને લઇ અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ બગદાણા ખાતે હાજરી આપી માનનીય મંજી દાદા ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મનજી દાદા નું સમાજ તથા બગદાણા ધામ પ્રત્યે ખૂબ જ મોટું યોગદાન રહેલું હતું. મનજી દાદા ના અવસાન બાદ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમાં લખ્યું હતું કે ગુરુ આશ્રમ બગદાણાના પૂજ્ય મનજી દાદા ના અવસાનના સમાચારથી હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું સમાજસેવા પ્રત્યે એમનું યોગદાન હંમેશા રહેશે તથા સમગ્ર સમાજ તેમને હંમેશા યાદ રાખશે તેમનું સ્થાન દરેકના હૃદયમાં કાયમને માટે રહેશે ભગવાન પ્રભુ પરમાત્મા તેમના આત્માને શાંતિ પ્રદાન કરે તથા ગુરુ શ્રી બજરંગદાસ બાપાના ચરણોમાં સ્થાન અર્પે આવી હું પ્રાર્થના કરું છું મનજી દાદા ના અવસાન બાદ બગદાણામાં શોક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં ગુજરાતના અનેક કલાકારો પણ હાજર રહ્યા હતા તેમને પણ મનજી દાદા ને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી બગદાણામાં ભવ્ય ભજન પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સૌ લોકોએ આ ભજન સંધ્યાનો લાભ લીધો હતો તથા મનજી દાદા સાથે જોડાયેલા સંસ્મરણોને યાદ કરી સૌ લોકો ખૂબ જ ભાવુક થયા હતા. આ સમાચાર સાંભળતાની સાથે જ બગદાણા તથા સુરત ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા તથા મનજી દાદા ની સ્મશાનયાત્રામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મનજી દાદા હંમેશા સમાજસેવાના તથા સત્કાર્યો કરતા રહ્યા છે. તેમના આ સમાજ સેવા તથા સત્કાર્ય આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ.
થોડા સમય પહેલા જ પરમ પૂજ્ય ગુરુ શ્રી બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી તેમના સેવક મનજી દાદા ને વિશ્વપ્રસિદ્ધિ ઉપલક્ષી ન્યૂયોર્ક ટાઈમ સ્ક્વેર ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમેરિકાના રહેવાસીઓએ ન્યુયોર્ક ટાઈમ ખાતે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી મનજી દાદાએ પોતાના જીવનમાં પૂજ્ય ગુરુ શ્રી બજરંગદાસ બાપાની ખૂબ જ ભાવપૂર્વક સેવા કરી છે તેથી જ મનજી દાદા હંમેશા બજરંગદાસ બાપાના પરમ ભક્ત રહ્યા છે. તેથી જ આજના સમયમાં પણ મનજી દાદા ને લોકો એટલા જ માન સન્માન તથા પ્રેમથી બોલાવતા હતા.
લોકોએ અમેરિકા ખાતે ટાઈમ સ્ક્વેર ની નજીક મંજી દાદા ની શ્રદ્ધાંજલિ ની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં સોશિયલ મીડિયા યુઝર એ અનેક લાઈક તથા કોમેન્ટ કરી હતી. લોકોએ કોમેન્ટ દ્વારા પણ મનજી દાદા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા સૌ લોકો ખૂબ જ ભાવુક થયા હતા.
મનજી દાદાએ માત્ર ગુજરાત પૂરતો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સેવા ભાવ તથા લોક સમર્પણ નો ડંકો વગાડ્યો છે મનજી દાદા ની આ સેવા ગુજરાતવાસી તથા સમગ્ર વિશ્વમાં છવાયેલા પૂજ્ય બજરંગદાસ બાપાના ભક્તો ક્યારેય ભૂલી શકશે નહીં. તેમની ખોટ હવે આજ પછી ક્યારેય કોઈ પૂરી શકશે નહીં પરંતુ સમગ્ર લોકો તથા મનજી દાદા પર બજરંગદાસ બાપાની અસીમ કૃપા રહેલી છે.