ગુજરાતવાસીઓ તૈયાર જ રહેજો, આ શહેરોમાં ભારેથી અતિભારે આવી શકે છે વરસાદ પવન થી ઘરના છાપરા પણ ઉડી જશે અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી
આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં દર વર્ષ કરતાં વર્ષે ગરમીનું તાપમાન સતત વધારે જોવા મળ્યું હતું. પરંતુ ચોમાસાની શરૂઆત પણ આ વર્ષે ખૂબ જ ધીમી જોવા મળી રહી છે. કારણ કે હજુ પણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદના દૂર દૂર સુધી એંધાણ જોવા મળ્યા નથી જેને કારણે ખેડૂત વર્ગમાં પણ ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો હતો. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત મા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ સાથે સાથે ડાંગ નવસારી ભરૂચ વલસાડ અમરેલી ભાવનગર જેવા શહેરોમાં પણ વરસાદ જોવા મળી શકે છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ધીરે ધીરે ચોમાસુ આગળ વધી રહ્યું છે અરબી સમુદ્રમાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય પૂર્ણ રીતે થઈ ચૂકી છે જેને કારણે આવનારા સમયમાં વરસાદ પોતાના અસલ રૂપમાં આવી શકે છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 22 જૂન બાદ ભારે પવન સાથે વરસાદ ત્રાટકવાની શક્યતા છે જેને કારણે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યું હતુ. નડિયાદ આણંદ અમદાવાદ વડોદરા જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. આ વર્ષે વરસાદ સાથે ખૂબ જ ભયંકર વાવાઝોડું પણ લાવી શકે છે.
20 જૂનથી 28 જૂન વચ્ચે વરસાદ સંપૂર્ણ રીતે ગુજરાતના તમામ વિસ્તારોમાં આગમન કરશે આ સમાચારથી ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ વર્ષે વરસાદની ગતિ ખૂબ જ ધીમી ચાલી રહે છે પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ વર્ષે વરસાદ ધાર્યા કરતા પણ વધારે આવશે પરંતુ તેની ગતિ ધીમી રહેશે. ગુજરાતમાં ખેતી સાથે જોડાયેલા લોકોએ પણ વરસાદના એંધાણ જોતાની સાથે જ વાવણીની શરૂઆત કરી દીધી હતી હવે જોવાનું એ રહ્યું કે આ વર્ષે ચોમાસું કેવું રહી શકે છે.